(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. 4
સામાન્ય ખેડૂત પરિવારમાં તારીખ 4-8-1984 ના દિવસે જન્મેલા તેજસભાઈએ પોતાના જાહેર જીવનની શરૂઆત સામાન્ય કાર્યકર તરીકે કરી હતી અને પોતાના પરિશ્રમ, નિષ્ઠા તથા લોકસેવાના ભાવથી હાલ રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકેની સફળતાપૂર્વક જવાબદારી નિભાવી રહ્યા છે.
વર્ષ 2022 ની ધારાસભા ચૂંટણીમાં જસદણ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી તેમણે બિજા ક્રમે મતો મેળવી સૌને અચંબિત કર્યા હતા.
હાલ તેઓ જસદણ - વિંછીયા શહેર તેમજ પંથકના નાગરિકો સાથે સતત સંપર્કમાં રહી વિવિધ પ્રકારના પ્રશ્ર્નોમાં સક્રિયતા દાખવી રહ્યા છે. જન્મદિવસ નિમિત્તે પાર્ટીના નેતા, કાર્યકરો તેમજ શુભચિંતક મિત્રો તેમના મોબાઈલ નંબર 9925016109 ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

