Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આરતીબાનું નિધન: ગુરૂવારે પ્રાર્થનાસભા

આરતીબાનું નિધન: ગુરૂવારે પ્રાર્થનાસભા

રાજકોટ તા.4 રાજકોટના ક્ષત્રિય સમાજના અગ્રણી, ભકિતનગર સોસાયટીના 25 વર્ષ સુધી પ્રમુખ રહેલા, ધારેશ્ર્વર મહાદેવ મંદિરના ઉપપ્રમુખ તથા ઈતિહાસ સંશોધક તખુભા રાઠોડના પત્ની આરતીબાનું ગઈકાલે તા.3જીના રવિવારે નિધન થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. સ્વ.આરતીબાની વય 74 વર્ષની હતી. તેઓને ગઈકાલે હૃદયરોગનો હુમલો ઘાતક નીવડયો હતો.

પ્રાર્થના સભા
સ્વ.આરતીબા રાઠોડ તે તખ્તસિંહ (તખુભા)ના પત્ની, સંદીપસિંહના માતુશ્રી તથા અશોકસિંહ (બટુકસિંહ) હેંમતસિંહ રાઠોડના કાકીમા, દક્ષરાજના દાદીમાં તથા સ્વ. દાનુભા રાણુભા ગોહિલ (મુ.માલવણ તા.સિહોર)ના દીકરીબાની પ્રાર્થનાસભા તા.7મીના ગુરૂવારે સાંજે 5થી 7 મેઘાણી રંગભવન, ભકિતનગર સોસાયટી સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar