Monday, 13 Jul, 4.57 pm સાંજ સમાચાર

જામનગર
આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગર દોડી આવ્યા: કોરોના મામલે સમીક્ષા બેઠક

જામનગર તા. 13
જામનગરમાં વધતા જતા કોરોનાના કેસોને લઇ ગાંધીનગરથી આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ જામનગર દોડી આવ્યા હતાં. તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે અગત્યની મિટીંગ જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ., મહાનગરપાલિકાના કમિશ્નર, એસ.પી. આરોગ્ય વિભાગના ઉચ્ચ તબિબ અધિકારીઓ અધિક કલેકટર, એમ.પી. શાહ મેડીકલ કોલેજના ડીન સાથે યોજી હતી.

આરોગ્ય કમિશ્નર જયંતિ રવીએ જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓ અંગેનો વિશેષ અહેવાલ મેળવ્યો હતો. ત્યારબાદ તેઓ કોવિડ હોસ્પિટલ-19 અંગે ખાસ માહિતી મેળવી હતી. આ ઉપરાંત જામનગર કોવિડ હોસ્પિટલ ખાતે સેમ્પલો - હોસ્પિટલ ખાતે સેમ્પલો - રીપોટીંગ વિગેરે બાબતો અંગે પણ મેડીકલ ઓફીસર પાસેથી અહેવાલ મેળવ્યો હતો. જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા જામનગર જિલ્લામાં કોરોનાને લઇ જે કોવિડ હોસ્પિટલો, તેમજ સારવાર માટેના ધન્વતરી આરોગ્ય રથો, કોરોન્ટાઇન સેન્ટર અને કોરાન્ટાઇન કરેલા અંગે આરોગ્ય કમિશ્નર જયંતિ રવિને વાકેફ કર્યા હતાં.

જામનગર જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. તીવારી, તેમજ ડીન.ડી.દેસાઇ જી.આરોગ્ય અધિકારી પાસેથી કોરોનાના દર્દીઓ અને સારવાર, સેમ્પલીંગ અંગે અહેવાલ આરોગ્ય કમિશ્નરને પાસ રજુ કરેલ હતો.

રાજયના આરોગ્ય કમિશ્નર જયંતિ રવીએ જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો માટે વધી રહ્યા છે ? હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને સારવાર લઇને લઇ પણ ખાસ અહેવાલ જામનગરના મેડીકલ ઓફીસરો પાસે માગ્યો હતો. તેમજ જામનગર શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શેના કારણે વધી છે. આ સાથે તેને અટકાવવા માટે શું કાર્યવાહી કરેલ છે ? તેમજ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએથી કેસો વધવાની કારણ શું છે ? કોરોના કેસ પોઝીટીવ આવેલ છે ? તેની સારવાર સહિતને અહેવાલ જિલ્લા આરોગ્ય તંત્રની આપવા જણાવ્યું હતું.

રાજયના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ આજે જામનગરમાં આવતા જ કોવીડ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થયું હતું.જામનગરમાં કોકોરના કેસને લઇ તેઓ મિટીંગ બાદ હોસ્પિટલની મુલાકાતે જશે તેવી જાણકારી મળી રહી હતી.

રાજયના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ પણ કોરોના પોઝીટીવ કેસોનો આંક જોઇને ચોકી ઉઠ્યા હતાં અને એટલું જ નહીં પોઝીટીવ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ અંગે પણ માહિતી મેળવી હતી. તેઓ કોરોના દર્દીઓની સારવાર માટે આયોજન હોસ્પિટલમાં તબીબ, નર્સીંગ સ્ટાફ, વેન્ટીલેટરો સહિતનો અહેવાલ મેળવ્યો હતો એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જામનગરમાં ખાનગી પ્રેકટીસ કરતા તબીબો પણ જોડાઇ અને હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર આપે.

આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ કોરોના કેસોને ધ્યાને લઇ જરૂરી સુચનાઓ પણ મિટીંગમાં હાજર મેડીકલ ઓફીસરોને આપી હતી. તેમજ કોરોના કેસોને લઇ વધુ કેસો ન આવે તે માટે જિલ્લા કલેકટર રવિ શંકર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલ, ડી.ડી.ઓ, ડો. વિપીન ગર્ગ, એસ.પી. શરદ સીંઘલ સાથે વિશેષ જરૂરી પગલાં અંગે મિટીંગમાં સુચનાઓ આપી હતી. આરોગ્ય કમિશ્નર જયંતિ રવિની જામનગરની મુલાકાત અને મિટીંગને ખુબજ અગત્યની ગણવામાં આવી રહી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top