પ્રયાગરાજ, તા.5 આઠ કિલો દેશી ઘી અને 126.50 રૂપિયાની લૂંટના કેસમાં અલ્લાહબાદ હાઇકોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે 41 વર્ષ બાદ આરોપીઓને છોડી દીધા છે જેમાં બેના તો મૃત્યુ થઇ ગયા છે.
અલ્લાહબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે ઓળખ પરેડમાં થયેલા લાંબા વિલંબનું મજબૂત કારણ ન બતાવી શક્વું ફરિયાદીની સૌથી મોટી નિષ્ફળતા છે. આરોપી આથી ઉપજેલી શંકાના લાભનો અધિકારી હોય છે.
આ ટિપ્પણી કરી ન્યાયમૂર્તિ સંતોષરાયની અદાલતે બદાયુમાં 41 વર્ષ પહેલા આઠ કિલો દેશી ઘી અને સવાસો રૂપિયાની લૂંટમાં સજા પામેલા ક્નહઇ અને કલ્લુને નિર્દોષ બતાવી છોડી દીધા હતા.
જ્યારે સહ આરોપી હરપાલ અને દલચંદની અપીલ પેન્ડીંગ રહેવા દરમિયાન મોત થતાં તેમની અપીલ અગાઉથી જ નીકળી ગઇ હતી. આ આરોપીઓને બદાયુની વિશેષ અદાલતે 15 મે 1987ના રોજ પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી. ઘટના 21 ફેબ્રુઆરી 1985માં બની હતી.

