Tuesday, 22 Sep, 11.05 am સાંજ સમાચાર

ગુજરાત
અમદાવાદમાં નિયમો તોડતા 7 એકમો સીલ, જાહેરનામા ભંગના 785 કેસ કરીને 7.85 લાખનો દંડ વસૂલ કરાયો

અમદાવાદ, તા.22
શહેરમાં સાવચેતી દાખવતા લોકોની સામે બેદરકારી રાખતા લોકોની સંખ્યા ઓછી નથી. કોરોના માર્ગદર્શિકામાં સૂચવેલા નિયમોનું પાલન ન મરનાર આવા લોકોને મનપા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સોમવારે 7 એકમોને સીલ કર્યા હતા. તેની સાથે જાહેરનામા ભંગના 785 કેસો કરીને 7,85,000નો દંડ વસૂલ કર્યો છે.

કોરોનાના સંક્રમણ ડામવા માટે સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ માસ્ક પહેરવું અને સોશરયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે. જાહેરનામાનો અસરકારક અમલ કરાવવા માટે શહેરના 7 ઝોન, 48 વોર્ડમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કુલ 192 જેટલી ટીમો કાર્યરત છે. વિભાગ દ્વારા શહેરની હોટલો, રેસ્ટોરન્ટ, ફાસ્ટફુડ સેન્ટરો, શોપિંગ મોલ, શો રૂમો વગેરેમાં કોરોના માટે આપવામાં આવેલી એસોપીનું પાલન કરવામાં આવે છે કે નહીં તે માટે ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં સાત એકમોને સીલ કરવામાં આવ્યા હતા. જેમાં સૈથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 366 કેસો કરીને 3,66,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન શનિવાર અને રવિવારની રજાઓમાં મોડીરાત સુધી ચેકીંગ કરાયું હતું.

ફતેહપુરા, પાલડીમાં નવજીવન રેસ્ટોરન્ટ, એચ.એલ. કોલેજ પાસે યાંકી સીઝલર, એચ.એલ. કોલેજ રોડ જુગાડી અડ્ડા, મણિનગરમાં કોટા કચોરી, વટવામાં વિલિયમ ઝોન પીઝા, વટવા, ઘોડાસર રોડ પર ઓપેરા હેર કટ અને વસ્ત્રાપુરમાં આર.કે. આમલેટ સેન્ટરને સીલ કરાયું હતું.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top