(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.5
અમરગઢ (ભીચરી) ગામની જમીનની વેચાણ અંગેની નોંધ સામે વાંધા અરજી ગ્રાહ્ય રાખી નાયબ કલેકટર (રાજકોટ પ્રાંત-2)એ વેચાણ નોંધ નામંજુર કરવાનો હુકમ કરેલ છે.
આ કેસની હકીકત એવી છે કે રાજકોટ તાલુકાના અમરગઢ (ભીચરી)ના રેવન્યુ સર્વે નં. 199/1/1ની જમીન હે. 4-85-64 ચો.મી. માંહેથી હે. 1-21-41 અંગે હકકપત્રકે દાખલ થયેલ વેચાણ વ્યવહારની નોંધ નં.
3766 તા.11/05/2026થી કાચી નોંધ સામે સેજલબેન સુરેશભાઈ વસોયા તથા વિવેક સુરેશભાઈ વસોયા (અરજદાર) દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવેલ.
મુળથી વારસાઈ હકકની જમીન હોય તથા કાયદેસરના અને સીધી લીટીના વારસદારોની સંમતિ વિના ઉતરોતર વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ હતી. આ જમીન અંગેના અગાઉ પણ સીવીલ કોર્ટમાં વિવિધ દાવાઓ ચાલે છે તથા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ/ કેસ ચાલુ છે. આ ખેડવાણ જમીનના કેસમાં જેથી મલ્ટીપલ પ્રોસીડીંગસ થવાની પુરેપુરી શકયતાઓ હોય જેથી અરજદારની વાંધા અરજીના તથ્યો તથા ઉતરોતર નોંધો તપાસી આ જમીન અંગેની વેચાણ નોંધ નામંજુર કરવા અંગેનો હુકમ કરેલ છે.
આ કેસમાં નાયબ કલેકટર રાજકોટ શહેર-2 પ્રાંતની કોર્ટમાં અરજદાર સેજલબેન સુરેશભાઈ વસોયા વિ.2 તરફે એડવોકેટ લલીત કે. તોલાણીની લેખીત- મૌખીક દલીલો તેમજ હાઈકોર્ટના જજમેન્ટ સહીતની ધારદાર રજુઆતો ધ્યાને લઈ અરજી અંશતઃ મંજુર કરવાનો તથા વેચાણ નોંધ નામંજુર કરવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં અરજદાર સેજલબેન સુરેશભાઈ વસોયા વા/ઓ યુનીક ડોબરીયા વિ. વતી એડવોકેટ લલીત કે. તોલાણી, કલ્પેશ એલ. સાકરીયા, શબનમ તેરવાડીયા તથા સહાયક તરીકે ગોપાલ એલ. સાકરીયા રોકાયેલ હતા.

