Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરનાથ ગુફા નજીક હૃદયરોગના હુમલાથી જામનગરના યાત્રીકનું મોત

અમરનાથ ગુફા નજીક હૃદયરોગના હુમલાથી જામનગરના યાત્રીકનું મોત

જામનગર તા.7 બાબા બર્ફાનીના દર્શનની આશા સાથે જામનગરથી અમરનાથ યાત્રાએ નીકળેલા 61 વર્ષીય પ્રવીણભાઈ પરમારનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત નીપજ્યું છે.

જયારે પ્રવીણભાઈ ગત 30 જૂનના રોજ જામનગરથી અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થામાં રવાના થયા હતા. જમ્મુ અને શ્રીનગર થઈને તેઓ 3 જુલાઈએ બાલતાલ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. તારીખ 4 જુલાઈના રોજ તેમણે બાલતાલ રૂટ પરથી પવિત્ર ગુફા તરફ ચઢાણ શરૂ કર્યું હતું.

જોકે, પવિત્ર ગુફાથી માત્ર 3 થી 4 કિલોમીટર દૂર કાલી માતાના મંદિર પાસે પહોંચતા જ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.

ઘટનાને પગલે શ્રાઇન બોર્ડ અને સુરક્ષા જવાનો દ્વારા તેમને તાત્કાલિક નજીકના મેડિકલ કેમ્પમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન જ તેમણે દમ તોડ્યો હતો. ત્યારબાદ મૃતક પ્રવીણભાઈના પાર્થિવ દેહને કિશોરથી શ્રીનગર એરપોર્ટ, ત્યાંથી દિલ્હી અને બાદમાં વડોદરા એરપોર્ટ ખાતે હવાઈ માર્ગે લાવવામાં આવ્યો હતો. વડોદરાથી બાય રોડ તેમના મૃતદેહને જામનગર લાવવામાં આવતા પરિવાર અને સ્થાનિકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar