તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી 6રમી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં રાજયભરના પ્રતિભાશાળી શૂટર્સ વચ્ચે શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ, વિદ્યાસભા, અમરેલીની ડિસ્ટ્રિકટ લેવલ સ્પોટર્સ સ્કૂલ (ડીએલએસએસ) ના ખેલાડીઓએ ઉત્કૃષ્ટપ્રદર્શન કરીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સ્પર્ધામાં ગજેરા કેમ્પસનાં ખેલાડીઓએ કુલ 11 મેડલ જીતી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી.
તેમાં તાવીયા ગુંજલ-3 સુવર્ણ પદક, તાવીયા રીના- ર સુવર્ણપદક, રાઠોડ રાજદીપ-3 રજત પદક, બાંભણીયા રાજેશ-ર કાંસ્ય પદક, વાઘેલા ખુશાલી -1 કાંસ્ય પદક ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ સ્કોર સાથે મેડલ મેળવી ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લાનું નામ સમગ્ર ગુજરાતમાં ગૌરવભેર ઉજજળ બનાવ્યું છે.

