(દિપક કનૈયા) બાબરા, તા.3 બાબરા તાલુકાના સુખપર ગામના વતની, યુવા આગેવાન તથા આહીર સમાજના અગ્રણી રણમલભાઈ જેઠશુરભાઈ કોઠીવારની અમરેલી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમની આ નિમણૂકને લઈને બાબરા તાલુકા સહિત આહીર સમાજમાં આનંદ અને હર્ષની લાગણી જોવા મળી રહી છે.
રણમલભાઈ કોઠીવાર લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સક્રિય રહી યુવા સંગઠનને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત રહ્યા છે.
તેમની સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યકુશળતાને ધ્યાનમાં રાખીને પક્ષના નેતૃત્વ દ્વારા તેમને અમરેલી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

