(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી તા.3
કહેવાય છે કે જે હાથ સેવામાં જોડાય છે તે ઈશ્વરની સૌથી નજીક હોય છે. આવો જ એક હૃદયસ્પર્શી અને માનવતાની મહેક ફેલાવતો સેવાયજ્ઞ સાવરકુંડલા તાલુકાના ઐતિહાસિક અને પવિત્ર ગાધકડા ગામે આશાપુરા નારાયણ દેવી મંદિર ટ્રસ્ટ દ્વારા આકાર પામ્યો છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારનું કોઈ બાળક આર્થિક સંકડામણને કારણે શિક્ષણના અધિકારથી વંચિત ન રહી જાય અને તેના હાથમાં રહેલી કલમ કયારેય અટકે નહીં, તેવા પરમ કલ્યાણકારી આશય સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા દીકરા-દીકરીઓને શૈક્ષણિક સામગ્રીનું અણમોલ પ્રદાન કરવામાં આવ્યું હતું.
નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે જયારે માસૂમ બાળકોના ચહેરા પર ભણવાનો એક નવો ઉમંગ હોય છે, ત્યારે તેમની આ આશાને પાંખો આપવા આશાપુરા નારાયણ દેવી મંદિર ટ્રસ્ટે ઉદાર હાથે વહાલ વરસાવ્યું છે. ટ્રસ્ટ દ્વારા ગામના અંદાજે 9ર0 જેટલા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વહાલપૂર્વક નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોના બાળકોના સવભા પરથી મોંઘા ભણતરનો બોજ હળવો કરવામાટે હાજરમાં જ પ000 જેટલા પાઠયપુસ્તકોનું પણ વિતરણ કરી દેવાયું હતું. જયારે કોઈ બાળકના હાથમાં નવીકોરી નોટબુક અને પુસ્તક આવે છે ત્યારે તેના ચહેરા પર ખીલતું સ્મિત કોઈ દૈવી આનંદથી ઓછું નથી હોતું અને આવો જ માહોલ ગાધકડા ગામના આંગણે સર્જાયો હતો.

