Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીમાં કરોડોના ખર્ચે નિર્માણ થતા માર્ગોની કામગીરીમાં નિયમોનો ભંગ : તંત્રવાહકો નિષ્ક્રીય

અમરેલીમાં કરોડોના ખર્ચે નિર્માણ થતા માર્ગોની કામગીરીમાં નિયમોનો ભંગ : તંત્રવાહકો નિષ્ક્રીય

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 3 અમરેલી શહેરમાં અંદાજિત રૂપિયા 30 થી 40 કરોડનાં ખર્ચે સરદાર સર્કલથી ઠેબી જળાશય, વરસડા બાયપાસ અને ગાવડકા ચોકડી સુધી 3 માર્ગોનું નિર્માણ કાર્ય ઘણા મહિનાઓથી શરૂ છે અને હજુ કયારે પૂર્ણ થશે તેની કોઈને ખબર નથી. કારણ કે કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા કયારની પાછળ છુટી ગઈ છે.

શહેરનાં ચિતલ રોડ ઉપર અંદાજિત 10 કરોડનાં ખર્ચે બનતા સરદાર સર્કલ ટુ ઠેબી જળાશય સુધીનાં માર્ગમાં વ્યાપક પ્રમાણમાં દે ધનાધન કામ શરૂ થયું ત્યારથી હોર્ડીંગ લગાવવામાં આવેલ નથી.

જો કે વરસડા ચોકડી સુધી અને ગાવડકા ચોકડી સુધીનો માર્ગ પણ બનતો હોય તેમાં હજુ સુધી કયાંય હોર્ડિંગ જાણકારી અર્થે લગાવાયું નથી અને માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓને નિયમનું પાલન કરાવવાની કોઈ જરૂરી લાગતી ન હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહૃાું છે.

દરમિયાનમાં ચિતલ રોડ ઉપર પેટ્રોલ પંપની સામે મસમોટી તિરાડ પડી ગયેલ ત્યાં પૂન: બાંધકામ કરાયુ તો તે તિરાડ વિકાસ કરીને આગળ વધીને છેક પેવેલિયન સુધી ક્રમશ: આગળ વધી રહી છે. તો માર્ગની પેલે પાર પણ શરૂઆતથી જ શહેરીજનોની સુરક્ષાને નેવે મુકીને ધુમધડાકાભેર કામ શરૂ થયું જયાં, વરસાદી પાણીનો કયાંય નિકાલ થશે, તેની કાળજી લેવામાં ન આવી તો હજુ સુધી ડીવાઈડર માટેનાં પથ્થર માર્ગમાં નડતરરૂપ પડયા છે. તો કયાંક માટીનાં ઢગ પણ માર્ગની વચ્ચે જોવા મળી રહૃાા છે.

જનતા જનાર્દનનાં પરસેવાના પૈસાથી બનતા માર્ગોનું નિયમ મુજબ કામ થાય તેવું માર્ગ- મકાન વિભાગનાં અધિકારીઓ ઈચ્છતા ન હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહૃાું છે. જનપ્રતિનિધિઓની નિષ્ક્રીયતાનો ભરપુર લાભ અધિકારીઓ અને બાંધકામ એજન્સી લઈ રહી છે. કારણ કે માર્ગનું કામ ઓકટોબર-રપ માં પૂર્ણ કરવાની સમય મર્યાદા હતી પરંતુ, ઓકટોબર-ર6માં કામ પૂર્ણ થશે કે કેમ તે પણ જોવું રસપ્રદ રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar