Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીમાં સાહિત્ય સર્જક પરિવાર દ્વારા સાહિત્ય ગોષ્ઠિ બેઠક યોજાઇ

અમરેલીમાં સાહિત્ય સર્જક પરિવાર દ્વારા સાહિત્ય ગોષ્ઠિ બેઠક યોજાઇ

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 2 અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારનાં સ્થાપક પ્રમુખ ડો. પ્રતાપભાઇ પંડયાની પ્રિય પ્રવૃતિ એટલે કે સાહિત્ય ગોષ્ઠિ સર્જક પરિવાર દ્વારા પ્રમુખ મનીષાબેન પંડયા પ્રેરિત અને વરિષ્ઠ કવિ ઉમેશભાઈ જોષીથી પ્રોત્સાહિત એપ્રિલ માસની સાહિત્ય ગોષ્ઠિ બેઠક રવિવારનાં રોજ અમરેલી ખાતે રમાબેન પંડયા હોલમાં આયોજિત કરવામાં આવી હતી.

બેઠકનાં પ્રારંભે પૂર્વભૂમિકામાં પરેશ મહેતાએ સહુને આવકારી બેઠકનાં હેતુ વિશે અને ગત વિશ્વ પુસ્તક દિનની શુભેચ્છાઓ પાઠવી. કેતન જોષીએ સંસ્થાની પ્રવૃતિઓથી માહિતગાર કર્યા હતા.

વરિષ્ઠ સાહિત્યકાર, શિક્ષણવિદ રવજી કાચાની વિશેષ ઉપસ્થિતિ અને અમદાવાદનાં કવયિત્રી, બાલવાર્તાકાર નિધિબેન મહેતાની ઉત્સાહભેર હાજરી એમના વાર્તા પઠન, કાવ્ય પાઠ સહિત અમરેલી પંથકના સર્જકો સર્વ બાલ કિશન જોગી, મુકેશ જોગી, કેતન જોષી,સતીશ જે. દવે, સલીમ શેખ, કનુભાઈ લીંબાસિયા, ફિરોઝહસનાની, શીલા મહેતા, ભીખુભાઈ જોષી, યોગેશ ભટ્ટ, સહિતનાએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

વાર્તા કાવ્યમાં સત્વ તત્વ વિશે સંવાદ થયો હતો.
ભાવક સર્વ સુભાષભાઈ વ્યાસ, જીતુભાઈ જોટાસણા, જસ્મિન જોષી, સુરેશભાઈ મહેતા શાસ્ત્રીજી, માલતીબેન પંડયા, પ્રદીપભાઈ પાઠક, પ્રકાશભાઈ ડણાક સહિત ઉપસ્થિત સહુ કોઈ સાહિત્યિક માહોલમાં રસ તરબોળ થયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar