સાંજ સમાચાર
સાંજ સમાચાર

અનલોક 4.0: 1 સપ્ટેમ્બરથી વધુ પ્રવૃતિઓને છૂટ આપવા તૈયારી

અનલોક 4.0: 1 સપ્ટેમ્બરથી વધુ પ્રવૃતિઓને છૂટ આપવા તૈયારી
  • 891d
  • 21 shares

નવી દિલ્હી તા.29
કોરોના વાયરસ લોકડાઉન પછી અર્થતંત્રને ખુલ્લુ મુકવાનો ચોથો તબકકો 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 34 લાખને પાર કરી ગઈ છે એવા સંજોગોમાં આ તબકકો આવી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 62,550 માણસો મૃત્યુ પામ્યા છે.

આજકાલમાં જાહેર થનારી અનલોક-4 ગાઈડલાઈન્સમાં માત્ર પ્રતિબંધીત પ્રવૃતિઓની યાદી રહેશે. એ સિવાયનું કામકાજ કરી શકશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દિલ્હી અને એનસીઆરમાં 22 માર્ચ પછી રોકી રાખવામાં આવેલી મેટ્રો સર્વિત 1 સપ્ટેમ્બર શરૂ કરાશે. અલબત, આ માટે કોન્ટેકલેસ રિકરીંગ સીસ્ટમ ગોઠવશે અને પેસેન્જરોને ટોકનનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.

No Internet connection

Link Copied