દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા ઉનાળુ વેકેશનનાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્લાસ પેઇન્ટીંગ વર્કશોપ તા. 25-04-2026 નાં રોજ પૂર્ણ થતા બાળકોને પ્રમાણપત્ર એનાયત કરાયા.
આ 'લીટલ સ્ટાર વર્કશોપ'માં તૃપ્તિબેન ચૌહાણ દ્વારા બાળકોને ગ્લાસ પેઇન્ટીંગ ની કલાકૃતિ શિખવવામાં આવી જેની સુંદર કલાકૃતિઓ બાળકોએ ગ્લાસ (ગ્લાસ પેપર) માં કંડારી તે કૃતિઓ બાળકોને પોતાને અને વાલીઓને પણ અહલાદક લાગતા વર્કશોપની કામગીરી સંભાળી રહેલ ધર્મેન્દ્ર પંડયાને આવુ કંઇક ને કઈક બાળકો માટે આયોજન કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.

