Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બાલાજી હનુમાનજી મંદિરે શનિવારના 9735માં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન : લાભ લેવા અનુરોધ

બાલાજી હનુમાનજી મંદિરે શનિવારના 9735માં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન : લાભ લેવા અનુરોધ

♦ આગામી 8મી ઓગસ્ટે રાત્રે 8:30 કલાકે ભૂપેન્દ્ર રોડ સ્થિત બાલાજી મંદિરના સત્સંગ હોલમાં યોજાશે આ વિશેષ કાર્યક્રમ

♦ પૂજ્ય મહંતશ્રીઓના રૂડા આશીર્વાદ સાથે તમામ ધર્મપ્રેમી જનતાને દર્શન અને પાઠ શ્રવણ માટે પધારવા ખાસ આમંત્રણ

રાજકોટ,તા.5
લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુ:ખહર્તા એવા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (ભૂપેન્દ્ર રોડ) એક ભક્તિસભર 'સુંદરકાંડ પાઠ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 8-8, શનિવારના રાત્રે 8:30 કલાકે શ્રી બાલાજી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે આ વિશેષ સુંદરકાંડ પાઠ યોજાશે. આ પાઠ શૃંખલાનો 9735મો પાઠ છે. આ પાવન અવસરે વક્તા તરીકે અમદાવાદથી પ.પૂ. ગુરુશ્રી અશ્વીનકુમાર પાઠક ખાસ ઉપસ્થિત રહેશે અને પોતાની સુમધુર વાણીમાં ભક્તોને સુંદરકાંડના પાઠનું રસપાન કરાવશે.

આ સમગ્ર ભક્તિમય કાર્યક્રમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરના મહંત સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત સ્વામી શ્રી રાધારમણદાસજી સ્વામીના રૂડા આશીર્વાદ અને નિમંત્રણ હેઠળ યોજાઈ રહ્યો છે.શહેરના તમામ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને સમયસર પધારીને આ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરવા તથા બાલાજી દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ જીવન ધન્ય બનાવવા મંદિર પ્રશાસન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar