Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બનેવી, પિતરાઈ સામે કોર્ટમાં ખોટો પુરાવો રજુ કરી ગુનો દાખલ કરનાર સાળાના હાથ હેઠા પડયા, આરોપીઓ નિર્દોષ

બનેવી, પિતરાઈ સામે કોર્ટમાં ખોટો પુરાવો રજુ કરી ગુનો દાખલ કરનાર સાળાના હાથ હેઠા પડયા, આરોપીઓ નિર્દોષ

રાજકોટ, તા.5 મોરબી રોડ પર તીરુપતી સોસાયટીમાં રહેતા પતિએ તેમની પત્ની તથા તેના બનેવી સહિત 3 સામે ઈ.પી.કો. કલમ 191, 114, 199, 107, 108 હેઠળ કાર્યવાહી કરવા રાજકોટની ફેમીલી કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.

જેમાં જણાવેલ કે લગ્ન બાદ પુત્રનો જન્મ થયેલ જે પુત્ર અન્ય સાથેના અનૈતીક સબંધોના કારણે થયેલ હોવાની તકરાર લઈ પત્ની દાખલ કરેલ ભરણ પોષણની અરજીના કામે બાળક તથા તેના પિતાનો ડી.એન.એ.

રીપોર્ટ મેળવવા એફ.એસ.એલ. માં કાર્યવાહી કરવા પતિએ પત્ની સામે આપેલ અરજી મંજુર કરવામાં આવતા ડી.એન.એ. રીપોર્ટ આવતા બાળકનું ડી.એન.એ. તેના પિતા સાથે મેચ ન થતા પત્નીએ અદાલતમાં કરેલ ભરણ પોષણની અરજીની તેમજ પુરાવાની ખોટી હકીકતો જાહેર કરી ખોટુ નીવેદન કરી અન્ય બે આરોપીઓએ દુષ્પ્રેરણ કરી મદદગારી કરી ગુન્હો આચરેલ હોય તેથી ફેમીલી કોર્ટે રજીસ્ટ્રાર મારફત આરોપીઓ વીરૂધ્ધ ગુન્હો દાખલ કરાવવા ફરીયાદ આપતા ફેમીલી કોર્ટે રજીસ્ટ્રાર મારફત પત્ની વીરૂધ્ધ કાર્યવાહી કરવા અને અન્ય બે વીરૂધ્ધ કાર્યવાહી પડતી મુકવા હુકમ કરેલ છતા રજીસ્ટ્રાર ફરીયાદી બને તે પહેલા પતિએ ફરીયાદી બની પ્ર-નગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી દેતા ચાર્જશીટ થતા કેસ ચાલવા પર આવેલ હતા.

ફરીયાદપક્ષે કુલ 4 સાક્ષીઓને તપાસવામાં આવેલ અને 9 દસ્તાવેજી પુરાવા રજુ કરી પોતાનો કેસ પુરવાર કરેલ હોય સજા કરવા કરેલ રજુઆત સામે આરોપીઓ તરફે રજુઆત કરવામાં આવેલ કે ફરીયાદ સતા વગરની છે .

નામદાર ફેમીલી કોર્ટના હુકમ મુજબ રજીસ્ટ્રાર ફરીયાદી બનેલ નથી, નામદાર ફેમીલી કોર્ટના હુકમ મુજબ આરોપી નં.-2 તથા 3 ની સામે કાર્યવાહી નહી કરવા હુકમ કરવામાં આવેલ હોય અને માત્ર આરોપી નં.-1 પત્નિ સામે જ કાર્યવાહી કરવાની હોવા છતા હુકમ ઉપરવટ જઈ આરોપી નં.-2 તથા 3 ને ખોટી રીતે સંડોવી દઈ આબરૂ ને નુકશાન પહોંચાડી ખોટી રીતે ટ્રાયલનો સામનો કરવો પડે તેવા સંજોગોનું નિર્માણ કરવામાં આવેલ હોય અને બદલાની ભાવનાથી પ્રોસીડીંગ કરવામાં આવેલ હોય, સાહેદોના પુરાવામાં વીરોધાભાષ હોય ફરીયાદપક્ષ શંકાથી પર કેસ પુરવાર કરી શકેલ ન હોય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રજુઆત કરવામાં આવેલ. કોર્ટે ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસમાં આરોપી નં.-2 તથા 3 વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલ હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar