કોલકાતા, તા. 7 પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના પનિહારી વિસ્તારમાં ભાજપના કાર્યકરો પર બોમ્બ ફેંકાતા પાંચ કાર્યકરો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આ ઘટના સુવેન્દુ અધિકારીના પીએની ગઇકાલે રાત્રે થયેલી હત્યાના કેટલાક કલાકોમાં થઇ છે.
પશ્ચિમી બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અશાંતિ સ્થિતિ છે. ભાજપ કાર્યકર્તા પર બોમ્બ ફેંકવાની ઘટના બાદ વિસ્તારમાં તણાવ ફેલાઇ ગયો છે.બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી.
આ ઘટના પર સુવેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે, રાજયમાં છેલ્લા 15 વર્ષથી બદલાની રાજનીતિ ચાલી રહી છે. આ 15 વર્ષના મહા જંગલરાજનું પરિણામ છે. કાલે રાત્રે ખરદામાં બોમ્બ વિસ્ફોટ થયો અને બસીરહાટમાં કાર્યકર્તાઓ પર ગોળી ચલાવાઇ. ભાજપે આ બોમ્બ વિસ્ફોટ માટે તૃણમુલ કોંગ્રેસ પર આરોપ લગાવાયો છે.

