રાજયના 85 તાલુકામાં આજે સવારે 6 થી બપોરનાં બે વાગ્યા સુધીમાં 0.5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સોરઠનાં માંગરોળમાં 7.28, ગીર સોમનાથના સુત્રાપાડામાં 4.5 ઇંચ તેમજ સોરઠના માળીયા-હાટીના, કેશોદમાં 4.5 ઇંચ, ગીર સોમનાથનાં પાટણ-વેરાવળમાં 3.5 ઇંચ, માણાવદરમાં 2.5 ઇંચ, કોડીનારમાં 2.5 ઇંચ તથા વડોદરામાં સિનોરમાં પોણા ત્રણ ઇંચ, સુરતનાં ઓલપાડમાં અઢી, ભરૂચનાં હાંસોટ અને વાલીયામાં 2 થી 2.5 ઇંચ, રાજકોટનાં લોધીકામાં દોઢ, જુનાગઢ શહેરમાં સવા ઇંચ, બોટાદમાં 1, ઉનામાં 1, કુતિયાણામાં 1 ઇંચ, જામનગરનાં જોડીયામાં 1 ઇંચ, રાજકોટનાં ઉપલેટામાં પોણો ઇંચ, ભાવનગરનાં ઘોઘા અને બોટાદનાં રાણપુરમાં પોણો ઇંચ, જયારે અન્ય તાલુકાઓમાં ઝરમર તો કયાંક જોરદાર ઝાપટા વરસ્યા હતા.

