Monday, 13 Jul, 4.57 pm સાંજ સમાચાર

લેટેસ્ટ ન્યુઝ
બે પાક. ઘૂસણખોર સહિત કાશ્મિરમાં સુરક્ષાદળોના હાથે 3 આતંકી ઠાર

શ્રીનગર તા.13
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ગઈકાલે થયેલા એન્કાઉન્ટરમાં બે પાકિસ્તાની ઘૂસણખોરો સહીત લશ્કર-એ-તઈબા (એલઈટી)ના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

એક પોલીસ પ્રવકતાએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણ પૈકી બે વિદેશીઓ હતા, અને તેમની ઓળખ અબુ રાફીયા ઉર્ફે ઉસ્માન અને સૈફુલ્લા તરીકે થઈ છે. એ બન્ને પાકિસ્તાનના છે, અબુ રાફીયા ઉર્ફે ઉસ્માન 2016થી સક્રીય છે. ત્રીજાની ઓળખ હજુ બાકી છે.

કાશ્મીરના આઈજીપી વિજયકુમારે સમર્થન આપ્યું હતું કે ઉસ્માન સોપોરમાં સુરક્ષાદળો પરના હુમલામાં સામેલ હતો. એ વખતે સીઆરપીના એક જવાન અને એક નાગરિકના મોત થયા હતા. દરમિયાન, સંદિગ્ધ આતંકીઓએ ગઈકાલે પુલવામામાં સુરક્ષાદળોની ટુકડી પર બે ગ્રેનેડ ફેંકયા હતા, પણ એ ફૂટયા નહોતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top