Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભચાઉના જુની ચીરઇમાં યુવાનના મોત પ્રકરણે બે શખ્સ સામે પોલીસ ફરિયાદ

ભચાઉના જુની ચીરઇમાં યુવાનના મોત પ્રકરણે બે શખ્સ સામે પોલીસ ફરિયાદ

(ગની કુંભાર) ભચાઉ, તા.3 ભચાઉના જૂની ચીરઇમાં બકરાંની સુરક્ષાના બહાને વાડાની ફરતે જાળીનું ફેન્સિંગ કરી જીવલેણ વીજ કરંટ ગોઠવાતાં અને આ વાયરને અડી જતાં યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે બે શખ્સ સામે સાપરાધ મનુષ્યવધની કલમો તળે ગુનો નોંધાયો હતો. ભચાઉમાં રહી મજૂરી કામ કરનારા સોયબઅલી નામના યુવાનને ગત તા. 2-10-2025ના રાત્રે ફોન આવતાં તે બાઇક લઇને નીકળ્યો હતો.

બાદમાં સવાર સુધી તે પરત ન આવતાં તેની શોધખોળ બાદ ચીરઇથી પશુડા જતા માર્ગ પાસે પાણીનાં નાળાંમાંથી તેની લાશ મળી આવી હતી.

જે અંગે તપાસ કરવામાં આવી હતી. રાત્રે સોયબઅલી અને વંકા બધા રબારી બાઇકથી ચીરઇ ગયા હતા, જ્યાં મેલડી માતાના. મંદિરની બાજુમાં બકરાંના વાડાથી 100 મીટર દૂર વંકા રબારીને ઊભો રાખી સોયબ વાડા તરફ ગયો હતો. સોયબ પરન ન આવતાં વંકા રબારીએ તેને ફોન કરતાં ફોન લાગ્યો ન હતો. બાદમાં ત્યાંથી સફેદ રંગની બોલેરો ગાડી પૂરઝડપે ત્યાંથી નીકળી હતી જેથી વંકા રબારી ડરી જતાં પોતાનાં ઘરે જવા નીકળી ગયો હતો.

આરોપી હાજી મખ્ખણ જત અને અનવર ઉમર જતએ પોતાનાં બકરાંની સુરક્ષાને લઇને વાડાની ફરતે જાળીનું ફેન્સિંગ કરી તેમાં ગેરકાયદે, જીવલેણ રીતે જીવંત વીજ કરંટ પ્રવાહિત કરી રાખ્યો હતો, જ્યાં પહોંચેલો યુવાન સોહેબ આ ફેન્સિંગને અડી જતાં તેનું મોત થયું હતું. દરમ્યાન આ બંને શખ્સોએ યુવાનને સારવાર કરાવવા લઇ જવાની જગ્યાએ તેને ચીરઇ-પશુડા રોડ પર નાળાંમાં ફેંકીને નાસી ગયા હતા. પોલીસે આ બંને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar