Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભગવંત માન બેંગલુરુ પહોંચ્યા : 'ડીટોક્ષ' સેન્ટરમાં રહેશે

ભગવંત માન બેંગલુરુ પહોંચ્યા : 'ડીટોક્ષ' સેન્ટરમાં રહેશે

મૃતસર: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શરાબ પીવે છે અને એક સમયે તો તેઓની ઓળખ શરાબી તરીકે હતી તેઓ લોકસભાના સભ્ય હતા તે સમયે ગૃહમાં શરાબ પીને આવતા હોવાનો આક્ષેપ હતો. જો કે મુખ્યમંત્રી બન્યા બાદ તેઓએ આ વ્યસન ઘટાડી દીધુ છે.

હવે તેઓ હાલમાં વિવાદ પુર્વે બેંગ્લોર પહોંચ્યા છે. જયાં એક ખ્યાતનામ રિસોર્ટ કમ ડીટોક્ષ સેન્ટર છે. અગાઉ દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખૂબજ ખાસી આવતી હતી અને તેની કેજરીવાલની ઓળખ મફલરવાળા તરીકે થઈ હતી.

કારણ કે તેઓને મફલર પહેરીને ફરવું પડતુ હતુ પણ તેઓની ખાસી ગાયબ થઈ છે. ભગવંત માન પણ અગાઉ આ સેન્ટરમાં જઈ આવ્યા હતા અને શરાબની લત ઘટાડવામાં તેને સહાયતા મળી છે. હવે ફરી અહી પહોંચ્યા છે. જયાં ચારથી છ દિવસ રોકાઈને ફ્રેશ થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar