મુંબઈ: મહારાષ્ટ્રની સહકારી ક્ષેત્રની ડેરી 'ગોકુલ' પર કબ્જા માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચેની કાનુની લડાઈમાં દેશના ટોચના ધારાશાસ્ત્રીઓ કપાઈ રહ્યા છે. આ સરકારી સંસ્થા પર કોંગ્રેસનો કબ્જો ન થાય તે માટે મહારાષ્ટ્રની ફડનવીસ સરકારે રાતોરાત વટહુકમથી સરકાર નિયુક્ત ચાર સભ્યોને પક્ષનો અધિકાર આપી દીધો. જેઓ ભાજપના ઉમેદવારની તરફેણમાં પક્ષ આવતા સતેજ પાટીલ હારી ગયા.
તેઓએ આ વટહુકમ તથા સરકારી પ્રતિનિધિને પક્ષ આપવાના અધિકાર સામે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી અને કેસ લડવા વિખ્યાત ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંધવીને રોકયા.જેઓ હાઈકોર્ટ સમક્ષ સમયસર રજુ થઈને દલીલ કરી શકે તે માટે રૂા.1 કરોડના ખર્ચે ચાર્ટર્ડ વિમાનમાં તેઓને મુંબઈ લવાયા તથા રૂા.80 લાખની ફી પણ ચુકવી તો મહારાષ્ટ્ર સરકારે દેશના પુર્વ એટર્ની જનરલને રૂા.80 લાખની ફી ચુકવાઈ હતી.
આમ પ્રથમ હીયરીંગમાં જ બન્ને પક્ષોએ અંદાજે રૂા.2 કરોડનો ખર્ચ કર્યો. કોંગ્રેસે દસ્તાવેજો જાહેર કર્યા તેમાં પ્રફુલ રોહતંગીને રૂા.80 લાખની ફીમાંથી 10% ટીડીએસ કાપી રૂા.72 લાખ ચુકવાયા તેવુ દર્શાવાયુ છે તો ભાજપે દાવો કર્યો કે સિંધવીને આવવા જવા ખાસ વિમાન અને તગડી ફી કોંગ્રેસે જ ચુકવી છે.

