Thursday, 16 Jul, 6.45 pm સાંજ સમાચાર

હોમ પેજ
ભારત-યુએસ વચ્ચે 17 થી 31 જુલાઈ દરમિયાન 18 ફ્લાઇટ ઉડાન ભરશે: હરદીપસિંહ પુરી

એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા કેન્દ્રીય સિવિલ એવીએશન મંત્રી (નાગરિક ઉડ્ડયન મંત્રી)હરદીપસિંહ પુરીએ કહ્યું: "અમારી વાતચીત ફ્રાન્સ, યુએસ અને જર્મની આ 3 દેશો સાથે એડવાન્સ સ્ટેજ પર ચાલી રહી છે. ફ્રાન્સ 18 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન દિલ્હી, મુંબઇ, બેંગલુરુથી પેરિસ માટે 28 ફ્લાઇટ મુકશે. ભારત-યુએસ વચ્ચે 17 થી 31 જુલાઈ દરમિયાન 18 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.

તેમણે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સના કિસ્સામાં, યુનાઈટેડ એરલાઇન્સ ભારત-યુએસ વચ્ચે 17 જુલાઈથી 31 જુલાઇની વચ્ચે 18 ફ્લાઇટ્સ ચલાવવાનો કરાર છે પરંતુ આ વચગાળાનો છે. જર્મની તરફથી પણ અમને વિનંતી કરવામાં આવી છે અને લુફથાન્સા સાથેનો કરાર પણ થઈ ગયો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top