Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારતમાં મોંઘી ઇલેક્ટ્રીક કારોનો ક્રેઝ વધવા લાગ્યો

ભારતમાં મોંઘી ઇલેક્ટ્રીક કારોનો ક્રેઝ વધવા લાગ્યો

ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ (EV) માર્કેટમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવે લોકો સસ્તી ઇલેક્ટ્રિક કાર કરતા મધ્યમ અને મોંઘી કિંમતની લક્ઝરી કાર વધુ પસંદ કરી રહ્યા છે. જે કારોની કિંમત 20 થી 30 લાખ વચ્ચે છે, તેમનો બજારમાં હિસ્સો છેલ્લા બે વર્ષમાં 6.2 ટકાથી વધીને સીધો 26.4 ટકા પર પહોંચી ગયો છે. તેવી જ રીતે, 30 લાખથી ઉપરની મોંઘી કારોનો હિસ્સો પણ બમણો થઈને 14.2 ટકા થયો છે.

ઓટોમોટિવ નિષ્ણાતોના મતે, ઉત્પાદકો અત્યારે એવી કારો પર વધુ ધ્યાન આપી રહ્યાં છે જે વધુ સારી રેન્જ અને અત્યાધુનિક ફીચર્સ આપે છે. હાલમાં ભારતમાં ઉપલબ્ધ લગભગ 30 જેટલી ઇલેક્ટ્રિક કારોમાંથી માત્ર ત્રણ કાર જ જેમ કે ટાટા પંચ ઈવી, ટાટા ટિયાગો ઈવી અને ખૠ કોમેટ એવી છે જે 10 લાખથી ઓછી કિંમતે શરૂ થાય છે. મહિન્દ્રા અને ખૠ મોટર્સ જેવી કંપનીઓ પણ હવે પ્રીમિયમ અને લાઈફસ્ટાઈલ ઈવી મોડલ્સ લોન્ચ કરીને ઉચ્ચ વર્ગનાં ગ્રાહકોને આકર્ષી રહી છે.

લક્ઝરી કાર માર્કેટમાં પણ ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી છે. મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયા જેવી કંપનીઓ જણાવે છે કે તેમની 1.4 કરોડથી શરૂ થતી મોંઘી કારોમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 20 ટકા સુધી પહોંચી ગયો છે. બીએમડબ્લ્યુમાં પણ કુલ વેચાણનાં ચોથા ભાગનાં વાહનો ઇલેક્ટ્રિક છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ધનિક ગ્રાહકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ ઝડપથી વળી રહ્યાં છે.

બીજી તરફ, સસ્તી ઇલેક્ટ્રિક કારો જેની કિંમત 10 લાખથી નીચે છે તેનાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024 માં આ સેગમેન્ટનો હિસ્સો 18.5 ટકા હતો, જે 2026 માં ઘટીને માત્ર 6.9 ટકા રહી ગયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે એન્ટ્રી-લેવલની કારોમાં નફો ઓછો હોય છે.

અને સબસિડી વગર સામાન્ય ગ્રાહકો માટે આ કારો પરવડે તેવી રહેતી નથી. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી કોઈ કંપની ખરેખર નવી ટેકનોલોજી સાથે સસ્તી કાર નહીં લાવે, ત્યાં સુધી બજારમાં મોંઘી કારોનું વર્ચસ્વ ચાલું રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar