Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારતના FLRA બીલથી ટ્રમ્પના સાંસદ નારાજ : સંબંધો બગડવા ચેતવણી

ભારતના FLRA બીલથી ટ્રમ્પના સાંસદ નારાજ : સંબંધો બગડવા ચેતવણી

વી દિલ્હી, તા.5 ભારતમાં 'ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ' (FCRA) માં પ્રસ્તાવિત સુધારાને લઈને હવે ગ્લોબલ રાજકારણ પણ ગરમાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદ રાઇલી મૂરે આ પ્રસ્તાવિત બિલની તીખી ટીકા કરી છે.

તેમણે આ સુધારાને ભારતમના 'ખ્રિસ્તી સમુદાય પર સીધો હુમલો' ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આ મુદ્દો ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મોટો વિવાદ ઊભો કરી શકે છે.

બીજી તરફ, કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ વિદેશી ફંડિંગમાં પારદર્શિતા અને જવાબદેહી વધારવાનો છે.

અમેરિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ભારતમાં ખ્રિસ્તી ધર્મના લાંબા ઇતિહાસનો ઉલ્લેખ કરતા લખ્યું કે "ઈસુ ખ્રિસ્તના પુનત્થાનના થોડા જ દાયકાઓ પછી જ્યારે સેન્ટ થોમસ એપોસ્ટલે મલબાર કિનારાની મુલાકાત લીધી હતી.

ત્યારથી ભારતમાં ખ્રિસ્તી સમુદાય વસે છે. પરંતુ આટલા લાંબા ઇતિહાસ છતાં, ભારતની સંસદ FCRA નિયમોમાં સુધારો કરવા વિચારણા કરી રહી છે જેથી સરકાર ચર્ચો અને ધાર્મિક ચેરિટી સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે."

તેમણે વધુમાં ધમકીભર્યા સ્વરમાં ઉમેર્યું કે, જો આ બિલ વર્તમાન સ્વરૂપમાં જ આગળ વધશે, તો તે ભારત સાથેના અમેરિકાના સંબંધોમાં ભારે ચિંતાનો વિષય બનશે. સંસદના મોન્સૂન સત્ર દરમિયાન 'ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, 2026' પર ભારે હોબાળો થઈ રહ્યો છે. આ બિલ 2010ના મૂળ કાયદામાં સુધારો કરવા માંગે છે, જે NGO, ચેરિટેબલ ટ્રસ્ટ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા મળતા વિદેશી ફંડિંગનું નિયમન કરે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar