ઉપલેટા,તા.5 ભાયાવદર નગરપાલિકાના સત્તાધીશોએ લોકોની સુવિધા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સંબંધિત વિભાગ સમક્ષ યોગ્ય રજૂઆત કરી હતી. જેના અનુસંધાને નગરપાલિકાના પદાધિકારીઓ અને સભ્યોની દેખરેખ હેઠળ ડાયવર્ઝન માર્ગ પર કપચી-કાંકરી પાથરી વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

