ભાગલપુર (બિહાર) તા.4 બિહારમાં પુલ તૂટી પડવાની ઘટના અનેક બની છે પરંતુ આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે, જેમાં 25 વર્ષ પહેલા બનેલો વચ્ચેથી તુટીને નદીમાં સમાઈ ગયો હોય. ભાગલપુરને બિહારથી જોડવાના કારણે લાઈફલાઈન કહેવાતો વિક્રમશિલા પુલ વચ્ચેથી તરીને નદીમાં સમાઈ ગયો હતો.
ભાગલપુરનો વિક્રમશિલા સેતુનો 133 નંબરનો પિલર રવિવારે મોડીરાત્રે ધ્વસ્ત થઈ ગયો હતો, જેના કારણે પુલ પર વાહનોની અવર-જવર પર રોક લગાવી દેવાઈ હતી.
આ ઘટના બાદ બિહારની લાઈફલાઈન મનાતા આ પુલ પર સંકટ આવી ગયું છે. આ ઘટના રવિવારે મોડીરાતની છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રે 12.35 વાગ્યે પિલરનું ઘસવું શરૂ થઈ ગયું હતું અને રાત્રે 1 વાગ્યે પુલનો એક મોટો ભાગ ભડભડ કરતો ગંગા નદીમાં ધસી પડયો હતો. પિલરમાં ગરબડની જાણકારી મળતા જ સેતુ પર તૈનાત પોલીસકર્મીઓ તરત અધિકારીઓને આ બાબતની સૂચના આપી હતી.
પુલ તૂટી પડવાની ઘટના બાદ પુરા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી અને વાહન વ્યવહાર પુરી રીતે ઠપ્પ થઈ ગયો હતો. આ ઘટના બાદ જિલ્લા અધિકારી ડો.નવલ કિશોર ચૌધરી અને વરિષ્ઠ પોલીસ અધિક્ષમ પ્રમોદકુમાર યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિક્રમશિલા સેતુનું ઉદઘાટન વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી રાબડીદેવીએ કર્યું હતું.

