નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીનના રાજીનામાથી ખાલી પડેલી બિહારની બારાબંકી વિધાનસભા તથા મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ભાટીને ગેરલાયક ઠરાવાતા દાંતીમાં ધારાસભા બેઠક પર તા.30ના રોજ પેટાચુંટણીમાં મતદાન યોજાશે. ચુંટણી પંચે આજે ગુજરાતની વડોદરા-માંજલપુર સહિત ત્રણ બેઠકોની પેટાચુંટણી જાહેર કરી છે. આ તમામ બેઠકોની પેટાચુંટણીનું જાહેરનામું તા.6ના રોજ અને ઉમેદવારીપત્રક ભરવાનો તા.14થી પ્રારંભ થશે.

