Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બોમ્બ સ્કવોડ સાથે પોલીસ અધિકારીઓનું સોમનાથ મંદિરમાં સઘન ચેકિંગ

બોમ્બ સ્કવોડ સાથે પોલીસ અધિકારીઓનું સોમનાથ મંદિરમાં સઘન ચેકિંગ

►મંદિર અને પરિસર સહિતના તમામ સ્થળોનાં ચેકિંગમાં કશું વાંધાજનક મળ્યું નહીં: તકેદારીના ભાગરૂપે તમામ સ્થળોએ વાહનોનું પણ ચેકિંગ શરૂ કરાયું

વેરાવળ તા.21
ગુજરાતમાં છાશવારે ધમકીભર્યો ઈમેલ મળતા રહે છે ત્યારે આજે પંજાબ પોલીસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પંજાબ પોલીસે ગુજરાત રાજય સરકારને જાણ કરતા જ સોમનાથ મંદિરમાં આજે પોલીસ અધિકારીઓ બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સાથે દોડી આવ સોમનાથ મંદિર, અને પરિસરમાં જીણવટભર્યું સઘન ચેકિંગ કર્યુ હતું.

પરંતુ કોઈ સ્ફોટક કે વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી ન હતી.

કોઈ અજાણ્યા શખ્સે ઈમેઈલ મારફતે મળેલા ધમકીભર્યા મેઈલમાં અસલામ વાલેકુમ અલ્લાહુ અકબર લખીને સોમનાથ મંદિર, ગુજરાત ભાજપ કાર્યાલય અને રો ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પંજાબ પોલીસને મળતા પંજાબ પોલીસે ગુજરાત પોલીસને જાણ કરતા સોમનાથ મંદિરમાં ચેકીંગ હાથ ધરાયું હતું.

સોમનાથ મંદિરમાં પોલીસ અધિકારીઓ બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ અને સુરક્ષા જવાનો સાથે સમગ્ર મંદિર અને પરિસરમાં ખુણે ખુણાનું ચેકીંગ હાથ ધરાયું હતું. મંદિર અને પરિસર તેમજ મંદિર આસપાસ બહાર કોઈ સ્ફોટક કે વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી. ધમકી ભર્યા મેઈલના પગલે તકેદારીના ભાગરૂપે મંદિર બહાર સાથોસાથ તમામ ચેક પોસ્ટ પર વાહનોનું ચેકીગ સાથે મંદિર દરિયાઈ તટે હોવાથી મરીન પોલીસ કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પણ તમામ બોટોનું ચેકીંગ કરાયું હતું.

ગીર સોમનાથ જિલ્લા એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર અને પરિસર ઝેડ સુરક્ષા હેઠળ હોવાથી મંદિર બંધ કરવામાં આવ્યું હતું. મંદિર અને પરિસરમાં સઘન ચેકિંગ સાથે આસપાસની હોટલો, તમામ ચેક પોસ્ટ અને સોમનાથ મંદિરના પાર્કિંગ એરીયામાં સ્કવોર્ડ અને પોલીસ ટીમોએ ચેકિંગ કરતા કશું વાંધાજનક કે વિસ્ફોટક ચીજવસ્તુ મળી ન હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar