Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બોટાદમાં  પ્રગતિનો પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત

બોટાદમાં પ્રગતિનો પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત

(રીમલ બગડીયા) બોટાદ તા. 3 તાજેતરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશાત્સવ "પ્રગતિનો પ્રવેશોત્સવ' ની ઉજવણી અંતર્ગત બોટાદની વિવિધ શાળાઓમાં પર્યાવરણ જાગૃતિ માટે ખાસ પ્રવચનો યોજાયા.

જાયન્ટસ સંસ્થાના "ગ્રીન મેન' તરીકે જાણીતા સી.એલ. ભીકડીયા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બોટાદ સંચાલિત 7 શાળાઓમાં પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરણાદાયી વ્યાખ્યાન આપવામાં આવ્યું.

જેમાં 1. પ્રમુખ વિદ્યાલય 2. કવિ બોટાદકર પ્રા.શાળા ,3. ડો. અબ્દુલ કલામ પ્રા.શાળા, 4. પંડિત દીનદયાળ પ્રા.શાળા, 5. ડો. આંબેડકર પ્રા.શાળા, 6. ભોજ ભાઈ ખાચર પ્રા.શાળા , 7 સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા વગેરેમાં સી.એલ.ભીકડીયાએ આશરે 4000 + જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા જણાવ્યું કે, "વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અને વાવેલા વૃક્ષોનું જતન કરીએ તો જ પર્યાવરણનું સાચું રક્ષણ થશે'

તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી કાપડની થેલી વાપરવા અપીલ કરેલ. અને દરેક વિદ્યાર્થીએ ઘર માં રહેતા સભ્યો દીઠ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવા અપીલ કરેલ. કાર્યક્રમમાં શાળાના આચાર્યો, શિક્ષકો અને જખઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવા માટે "એક બાળક, એક વૃક્ષ' સાથે સંકલ્પ લીધો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar