Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બ્રાન્ડસ કરોડો ખર્ચ કરી રહ્યા છે : ખરીદી કરતાં પહેલા હવેના યુગમાં એ.આઇ.ને પુછી રહ્યા છે ગ્રાહકો : જી.ઇ.ઓ. બન્યું માર્કેટીંગનું નવું હથિયાર

બ્રાન્ડસ કરોડો ખર્ચ કરી રહ્યા છે : ખરીદી કરતાં પહેલા હવેના યુગમાં એ.આઇ.ને પુછી રહ્યા છે ગ્રાહકો : જી.ઇ.ઓ. બન્યું માર્કેટીંગનું નવું હથિયાર

વી દિલ્હી : બ્રાન્ડ્સ માટે હવે માત્ર ગૂગલ પર દેખાવું જ પૂરતું નથી રહ્યું. હવે ગ્રાહકો સીધાં ચેટજીપીટી, જેમિની, ક્લોડ જેવાં એઆઇ આસિસ્ટન્ટને પૂછી રહ્યાં છે કે કઈ પ્રોડક્ટ ખરીદવી જોઈએ. આવા સમયમાં બ્રાન્ડ્સ સામે માત્ર ઓનલાઇન હાજર રહેવાનો જ પડકાર નથી, પરંતુ એઆઇની ભલામણોમાં પોતાનું સ્થાન બનાવવાનો મોટો પડકાર છે.

દરેક વખતે જ્યારે કોઈ ગ્રાહક ચેટજીપીટીને પૂછે છે કે કયાં શૂઝ ખરીદવા, જેમિની પાસે ફ્રોઝન મીલ અથવા ક્લોડ પાસે કોઈ સ્કિનકેર પ્રોડક્ટનું સૂચન લે છે, ત્યારે બ્રાન્ડ્સ વચ્ચે એક અદ્રશ્ય સ્પર્ધા ચાલી રહી હોય છે.

ગૂગલ સર્ચમાં ડઝનબંધ પરિણામો સામે આવે છે, પરંતુ એઆઇ આસિસ્ટન્ટ સામાન્ય રીતે માત્ર બે-ચાર પસંદગીની પ્રોડક્ટ્સની જ ભલામણ કરે છે. જે બ્રાન્ડ આ યાદીમાં પોતાનું સ્થાન નથી બનાવી શકતી, તેમના માટે આ ડિજિટલ દુનિયામાંથી લગભગ ગાયબ થઈ જવા જેવું છે.

◘ જીઇઓ પર રોકાણ વધારી રહ્યાં છે બ્રાન્ડ્સ
કંપનીઓ સામે પડકાર એ છે કે તેમની પ્રોડક્ટ્સ ચેટજીપીટી, જેમિની જેવા એઆઇ આસિસ્ટન્ટની ભલામણોમાં કેવી રીતે સામેલ થાય. નિષ્ણાતોનું માનવું છે કે આવનારા વર્ષોમાં ગ્રાહકોની ખરીદીનો મોટો હિસ્સો આ એઆઇ પ્લેટફોર્મ્સના આધારે પ્રભાવિત થશે. જે કંપનીઓ એઆઇની ભલામણોમાં સ્થાન નહીં બનાવી શકે, તેમનાં માટે ગ્રાહકો સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે.

એવું પણ બની શકે કે તેમનાં સંભવિત ગ્રાહકો સીધાં હરીફ કંપનીઓ પાસે ચાલ્યાં જાય. આ જ કારણ છે કે દુનિયાભરનાં બ્રાન્ડ્સ હવે જનરેટિવ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (જીઇઓ) પર પોતાનું રોકાણ વધારી રહ્યાં છે.

◘ ખરીદીનો નિર્ણય બદલાઈ રહ્યો છે
ઉદ્યોગનાં આંકડા અનુસાર, એઆઈ આસિસ્ટન્ટ ઘણી કંપનીઓ માટે અત્યારથી જ ઓર્ગેનિક ટ્રાફિકનો લગભગ 10 ટકા હિસ્સો લાવી રહ્યાં છે અને એઆઇ રેફરલ ટ્રાફિકમાં 400 ટકાથી 700 ટકા સુધીનો વધારો નોંધાયો છે. મોટી સંખ્યામાં ગ્રાહકો પહેલાં ચેટજીપીટી કે જેમિની પાસેથી સલાહ લે છે અને પછી એમેઝોન, મિન્ત્રા કે બ્લિંકિટ જેવા પ્લેટફોર્મ પરથી ખરીદી કરે છે.

◘ જીઇઓ બન્યું માર્કેટિંગનું નવું હથિયાર
જે રીતે એસઇઓ એ ગૂગલ યુગમાં બ્રાન્ડ્સની વિઝિબિલિટી વધારી હતી, તે જ રીતે હવે જીઇઓ ખૂબ ઝડપથી ઉભરી રહ્યું છે. આનો ઉદ્દેશ્ય એઆઇ સિસ્ટમને એ સમજાવવાનો છે કે કોઈ ચોક્કસ પ્રોડક્ટની ભલામણ શા માટે કરવી જોઈએ. આ માટે કંપનીઓ પોતાનાં ક્ધટેન્ટ, પ્રોડક્ટની વિગતો, ગ્રાહકોનાં રિવ્યૂ અને ડિજિટલ પ્રોફાઇલને એવી રીતે તૈયાર કરી રહી છે કે એઆઇ તેમને ભરોસાપાત્ર અને રીલેવન્ટ માને.

◘ ભારતીય સ્ટાર્ટઅપ્સે પકડી દુખતી નસ
ભારતમાં પણ ઘણાં સ્ટાર્ટઅપ્સ આ ક્ષેત્રમાં આવી ચૂક્યાં છે અને કંપનીઓને આ સમજાવવામાં લાગેલાં છે કે એઆઇ તેમની પ્રોડક્ટ્સની ભલામણ કેમ કરે છે, કેમ નથી કરતું અને આ નવી ડિજિટલ દોડમાં કેવી રીતે આગળ રહી શકાય. દેશમાં 'ટ્રૂકોમર્સ એઆઇ', 'રેન્કલી', 'પ્રાવા', 'રાઈ' અને 'ફર્મલી' જેવા સ્ટાર્ટઅપ્સ એવા ટૂલ્સ વિકસિત કરી રહ્યાં છે.

જે એ વિશ્લેષણ કરે છે કે એઆઇ કોઈ બ્રાન્ડની ભલામણ કેમ કરે છે અને હરીફ કંપનીઓ કેવી રીતે આગળ નીકળી રહી છે. આ કંપનીઓએ બ્રાન્ડ્સને એ પણ જણાવ્યું છે કે કયા ફેરફારો કરવાથી એઆઇ પ્લેટફોર્મ્સ પર તેમની ડિજિટલ હાજરી વધુ સારી થઈ શકે છે. રોકાણકારો પણ આને ભવિષ્યનાં બજાર તરીકે જોઈ રહ્યાં છે. ચેટજીપીટી અત્યારથી જ વોલમાર્ટ, એટસી, ટાર્ગેટ અને ઇબે જેવી કંપનીઓ માટે મોટો રેફરલ ટ્રાફિક મોકલી રહ્યું છે.

◘ ડિજિટલ ઓળખ હવે મહત્વની બનશે
નિષ્ણાતોનું કહેવું છે કે એઆઇ માત્ર કંપનીની વેબસાઇટ જ નથી વાંચતું, પરંતુ ગ્રાહકોના રિવ્યૂ, થર્ડ-પાર્ટી વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા અને અન્ય સાર્વજનિક સ્ત્રોતોમાંથી પણ માહિતી એકત્રિત કરે છે. તેથી કોઈપણ બ્રાન્ડની ડિજિટલ પ્રતિષ્ઠા પહેલાં કરતાં ક્યાંય વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

'ટ્રૂકોમર્સ એઆઇ' ના જણાવ્યાં અનુસાર, ઘણી કંપનીઓને એ ખબર પણ નથી હોતી કે એઆઇ તેમની જગ્યાએ હરીફ બ્રાન્ડની ભલામણ કેમ કરી રહ્યું છે. આ જ કારણ છે કે કંપનીઓ હવે આ વિશ્લેષણ પાછળ દર મહિને હજારો ડોલર ખર્ચ કરવા લાગી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar