નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોનાની વર્તમાન સ્થિતિ જોતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) ની ધો.10ની પરીક્ષા રદ કરી છે અને ધો.12ની પરીક્ષા હાલ મુલત્વી રાખી છે જેના પર હવે તા.30 મે બાદ કોરોના સંક્રમણની સ્થિતિ પર વિચારરા કર્યા બાદ નિર્ણય લેવાશે.
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે એક ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. કેન્દ્રના શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ધો.10ની પરીક્ષા રદ કરવામાં (કેન્સલ) આવી છે અને વિદ્યાર્થીઓને આંતરિક ગુણોના આધારે પ્રમોશન આપી દેવામાં આવશે. જયારે બન્ને પરીક્ષા તા.4 મેથી 7 જૂન વચ્ચે લેવાની હતી પણ હવે ધો.10ની પરીક્ષા યોજાશે નહી.

