Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; સ્પેસ એકસ રોકેટનો ટુકડો ટકરાશે

ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; સ્પેસ એકસ રોકેટનો ટુકડો ટકરાશે

કેલિફોર્નિયાઃ આજે ચંદ્રની ધરતી પર એક અજીબ ઘટના બનવા જઈ રહી છે. અમેરિકી કંપની સ્પેસ એકસના રોકેટના ચાર ટન વજનનો ટુકડો જે ગત વર્ષની અંતરિક્ષમાં તરી રહ્યો છે તે આજે તેજ રફતારથી ચંદ્રની સપાટી પર ટકરાશે.

જો કે તેનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી પણ આ રોકેટ બુલેટ ટ્રેનથી 27 ગણી ગતિથી ચંદ્રની ધરતી પર ટકરાશે તો તે સમયે એક મોટો ખાડો પડવાની ધારણા છે જે આગામી સમયમાં ચંદ્રની ધરતી અંગેના સંશોધનમાં અત્યંત ઉપયોગી બનશે.

એક બસ આકારનો આ રોકેટનો ટુકડો 2025માં ફાયરફલાય એર સ્પેસ મારફત લુનાર- લેન્ડર તરીકે ચંદ્ર ભણી મોકલાયો હતો જે આજે બપોર બાદ ચંદ્ર સાથે ટકરાશે. જે સમયે તેની ગતિ 8690 કીમી પ્રતિ કલાકની હશે અને તેની ટકકરથી ધુળનો જબરો ગુબારો સર્જાશે જે સુર્યના કિરણોમાં ચમકતા રંગબેરંગી વાદળો સર્જશે.

નાસાના જણાવ્યા મુજબ આ ટકકરથી 60 ફુટ પહોળો 12 ફુટ ઉંડો ખાડો પડી શકે છે જેનાથી નવા સંશોધનો માટે પણ તક સર્જાશે. આ હીસ્સો અંતરિક્ષમાં રહી ગયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar