Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચાપલુસી : મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના ગુણગાનમાં 27થી વધુ વિશેષણ અપાયા

ચાપલુસી : મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના ગુણગાનમાં 27થી વધુ વિશેષણ અપાયા

ભોપાલ તા.2 મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવ એક તરફ પરિવારના જમીનકાંડમાં ફસાયા છે તો બીજી તરફ પક્ષમાં પોતાને વ્યાપક ટેકો મળી રહે તે પણ ચિંતા કરી છે પરંતુ હાલમાં જ એક સમારોહમાં ભાજપના એક મંત્રી ગૌતમ ટેટવાલ એ મુખ્યમંત્રીની પ્રશંસા કરવામાં એટલી હદ વટાવી દીધી કે ખુદ સીએમ પણ શરમાઈ ગયા અને તેણે આ મંત્રીને રોકવા પડયા હતા.

સાળંગપુરમાં ભેસવા માતામાં જલગંગા સંવર્ધન અભ્યાન સમયે મંત્રી ગૌતમે ભાષણ શરુ કર્યુ અને મુખ્યમંત્રીને જનપ્રિય, લોકપ્રિય, બહુમુખી પ્રતિભાના ધની, હર ગુણ મે ગુણવાન, એક અચ્છે ઈતિહાસકાર, જયોતિષાચાર્ય, લેખક, સાહિત્યકાર, ખગોળ અને ભૂગોળના શાસ્ત્રી, વિભિન્ન પ્રતિભાઓના ધની, પહેલવાનો કે પહેલવાન, હમ સબ કે લાડલે, હમ સબ કે હૃદય મે રાજ કરનાર, બાબા મહાકાલ કે લાલ અને છેલ્લે કહ્યું કે યશસ્વી મુખ્યમંત્રી માટે જોરદાર તાળીઓ વગાડો.

જો કે તેઓ હજુ વધુ વર્ણન કરવા જતા હતા ત્યાં જ મુખ્યમંત્રીએ કહ્યું બહું થયુું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar