Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
છતીસગઢમાં બાળકોને ભણાવવા બે શિક્ષિકા નદીમાં ચાલીને જાય છે!

છતીસગઢમાં બાળકોને ભણાવવા બે શિક્ષિકા નદીમાં ચાલીને જાય છે!

તીસગઢ : શિક્ષણ પ્રત્યે સમર્પણ અને ફરજપરસ્તીની એવી વાર્તાઓ બહુ ઓછી જોવા મળે છે જે હૃદયને સ્પર્શી જાય. છત્તીસગઢના બલરામપુર જિલ્લાના વાડ્રફનગર બ્લોકમાંથી આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે મહિલા શિક્ષિકાઓ ચોમાસાના દિવસોમાં મોતની પરવા કર્યા વગર પૂરનાં પાણી પાર કરીને બાળકોને ભણાવવા પહોંચે છે.

આમાંની એક શિક્ષિકા તો પોતાની 9 મહિનાની માસૂમ દીકરીને તેડીને છાતી અને કેડસમાણા ઊંડા પાણીમાંથી પસાર થાય છે.

બલરામપુરના અંતરિયાળ ધોરપુર ગામમાં મોરન અને ઇરિયા નદીના સંગમ બાદનો આ આખો વિસ્તાર ચોમાસામાં બાકીની દુનિયાથી સાવ કપાઈ જાય છે.

શિક્ષિકા સંધ્યા હલદર અને કરમિલા ટોપ્પોનો દરરોજનો સંઘર્ષ કોઈ સાહસિક અભિયાનથી કમ નથી. બન્ને શિક્ષિકાઓ પોતાનાં વાહનો મારના ગામ પાસે પાર્ક કરી દે છે, કારણ કે ત્યાંથી આગળ કોઈ રસ્તો નથી. ત્યાંથી તેઓ 3 કિલોમીટર પથરાળ અને ડુંગરાળ કેડી પર ચાલીને નદીકિનારે પહોંચે છે.

2014થી આ સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકા કરમિલા ટોપ્પો પોતાની 9 મહિનાની નાનકડી દીકરીને હાથમાં ઊંચકીને ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થાય છે. જો પાણીનું સ્તર થોડું ઓછું હોય તો તેઓ નદી પાર કરી લે છે, પરંતુ જો પૂર વધારે હોય તો નદીકિનારેથી જ નિરાશ થઈને પાછા ફરવું પડે છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar