ચીનમાં હ્યુમનોઇડ રોબો પાસેથી હવે જાત જાતનું કામ કરાવાય છે પરંતુ ઘણા બધા રોબો એક સિન્કમાં એક જ કામ કરે એ માટે ખાસ ટ્રેઇનીંગ રૂપે તેમને ડાન્સ કરતા પણ શીખવવાનું શરૂ થયું છે.
આ ટ્રેઇનીંગ સેશન પછી રોબોટીકસ કંપનીઓએ 18 અને 19 નવેમ્બરે શેન્ઝેનમાં મળેલી એશીયા પેસીફીક ઇકોનોમિક કો-ઓપરેશનની મીટીંગમાં રોબોને રસ્તા પર નચાવ્યા હતા.
151 રોબોએ મ્યુઝીક પર એકમેક સાથે તાલ સાધીને એકસરખી ડાન્સ-મુવમેન્ટ કરતો પફોર્મન્સ આપ્યો હતો.
આ પફોર્મન્સને લાર્જેસ્ટ રોબો યુનિટના ડાન્સનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ મળ્યો હતો.

