Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચોમાસુ સિઝનમાં પ્રથમવાર ઉપલેટાનો વેણુ-2 ડેમ ઓવરફલો : બે દરવાજા ખોલાયા

ચોમાસુ સિઝનમાં પ્રથમવાર ઉપલેટાનો વેણુ-2 ડેમ ઓવરફલો : બે દરવાજા ખોલાયા

રાજકોટ, તા.3 રાજકોટ જિલ્લાનાં ઉપલેટા પંથકમાં ગઇકાલે 4 ઇંચ જેટલો વરસાદ પડતા તાલુકાનો વેણુ-2 ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરફલો થઇ ગયો છે. ભારે વરસાદને કારણે પાણીની સતત આવકને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે, ડેમના બે દરવાજા રાતે 22.15 કલાકે 0.3 મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.

આ સાથે વેણુ નદીના નીચાણવાળા પટમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ ઉપરાંત વરજાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર અને નીલખા ગામના લોકો માટે પણ ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.

વેણુ-2 ડેમની પૂર્ણ સપાટી 55 મીટર છે. ડેમ હાલ 54.01 મીટર ભરાયેલો છે. ડેમમાં જળ જથ્થો 15.60 ઘનમીટર છે અને આવક 1722 ક્યુસેક અને જાવક 1428 ક્યુસેક છે,

જ્યારે ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલા ઉમીયાસાગર જળાશયમાં પાણીની ભારે આવક થતાં ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.

ડેમમાં પાણીની આવક વધતા અગાઉ ડેમના 4 દરવાજા 0.6 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. પરંતુ આજે સાંજે 7ઃ15 કલાકે પાંચ દરવાજા 1.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમનું જળસ્તર 69.5 મીટર છે.

ડેમની હેઠવાસમાં આવતા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર અને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરવામાં આવી છે.

આ સાથે ચરેલીયા, ખરાચીયા, રાજાપરા અને રબારીકા ગામના લોકો માટે પણ ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 71.05 મીટર છે. ડેમ હાલ 69.5 મીટર ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની આવક અને જાવક હાલ 14,546 ક્યુસેક છે,

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar