Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દેશમાં દર મહિને બને છે ત્રણથી વધુ રાજકીય પક્ષો

દેશમાં દર મહિને બને છે ત્રણથી વધુ રાજકીય પક્ષો

નવીદિલ્હી તા.2 પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસમાં થયેલા મોટા ભંગાણ બાદ અચાનક ચર્ચામાં આવેલી નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (એનસીપીઆઈ) રાતો-રાત ભાજપની આગેવાની વાળી એનડીએનો સૌથી મોટો ઘટક દળ બની ગઈ. તમે એ જાણીને ચોંકી જશો કે ચૂંટણી પંચના આંકડા મુજબ દેશમાં દર દસ દિવસે આવી જ એક નવી પાર્ટીની રચના થઈ રહી છે, એટલે કે દર મહિને ત્રણથી વધુ પક્ષો અસ્તિત્વમાં આવે છે.

વર્ષ 2026માં અત્યાર સુધીમાં 21 નવા પક્ષો રજિસ્ટ્રેશન માટે અરજી દઈ ચૂકયા છે. આંકડા મુજબ ચૂંટણી પંચે ગત વર્ષે 345 માન્યતા વગરની રજીસ્ટર્ડ રાજનીતિક દળના રજિસ્ટ્રેશનને ખતમ કરી દીધુ છે, આમ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે આ પાર્ટીઓ છેલ્લા 6 વર્ષથી ના તો કોઈ ચૂંટણી લડી રહી હતી.

કે ના તો કોઈ લેખા-જોખા આપી રહી હતી. દેશમાં હાલ 2500 માન્યતા વગરના રાજનીતિ દળ બચ્યા છે. દેશમાં અઢી હજારથી વધુ રાજનીતિક દળો રજિસ્ટર્ડ છે, જે સામાન્ય રીતે ગાયબ રહે છે પણ ઘણીવાર રાજકીય ઘટના ક્રમમાં ફાયદા માટે રાજકીય મહોરા તરીકે કામ કરે છે.

ચર્ચામાં રહી એનસીપીઆઈ
એનસીપીઆઈને વર્ષોથી કોઈ ઓળખતું નહોતું. બંગાળ ચૂંટણી બાદ તૃણમુલના વિદ્રોહી 20 સાંસદોએ એનસીપીઆઈમાં સામેલ થયા બાદ એનડીએને પોતાનું સમર્થન આપી દીધુ હતું. આ પહેલા, આ પાર્ટીનો એક પણ સાંસદ કે ધારાસભ્ય નહોતા. 2025માં 36 દળોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 2024માં 148 દળોની રચના થઈ તેમાંથી 100ની રચના લોકસભા ચૂંટણી પહેલા થઈ હતી.

નાના પક્ષોનો પ્યાદાની જેમ ઉપયોગ થાય છે
ચૂંટણી સમયે આવા ગાયબ રાજકીય પક્ષોનો મોટા રાજકીય પક્ષો મોટો રાજકીય ફાયદો ઉઠાવતા હોય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મોટા પક્ષો નાના પક્ષોનો ઉપયોગ પસંદનો ઉમેદવાર ઉભો કરી વિરોધી પક્ષોના વોટ કાપવાનો કે ઉમેદવારના નામે ફાળવેલ વાહનોનો ઉપયોગ કરતા હોય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar