Monday, 19 Apr, 11.58 am સાંજ સમાચાર

ઇન્ડિયા
દેશવ્યાપી લોકડાઉન નહીં જ: આર્થિક અનિશ્ચિતતા માટે તૈયાર રહેવુ પડશે

નવી દિલ્હી તા.19
કોરોનાની નવી ભયાનક લહેર વચ્ચે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને વધુ એકવાર સ્પષ્ટ કર્યું છે કે દેશવ્યાપી લોકડાઉન નહિં જ લદાય.બીજી તરફ નીતિ આયોગે એવો ગર્ભિત ઈશારો કર્યો છે કે અર્થતંત્રની અનિતિતફા માટે તૈયાર રહેવુ પડશે.


નાણાપ્રધાન નિર્મલા સીતારામને ઉદ્યોગ જગત સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે દેશવ્યાપી લોકડાઉન નહિં લગાવવામાં આવે.ફેડરેશન ઓફ સ્મોલ મીડીયમ એન્ટરપ્રાઈઝનાં અધ્યક્ષ અનિમેશ સકસેનાએ કહ્યું કે નાણાંપ્રધાને ટેલીફોનીક વાતચીતમાં લોકડાઉનની વાત નકારી હતી. કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે નાના ક્ધટેનમેન્ટ ઝોન બનાવવામાં આવશે.

નાણાંપ્રધાને ટેલિફોનિક વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન તથા ગૃહમંત્રી પણ તમામ રાજયો સાથે સંપર્કમાં છે. રાજયોને ઓકસીજનથી માંડીને અન્ય તમામ દવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
નાના-મધ્યમ ઉદ્યોગોની પરેશાની વિશે તેઓએ વિગતો મેળવી હતી. બુધવારે ઉદ્યોગ સંગઠનોની સંયુકત બેઠક બાદ વિવિધ પડકારો વિશે નાણાંપ્રધાનને અવગત કરાશે.
ઉદ્યોગ સંગઠન ફીકકીએ ગત અઠવાડીયે એવી લાલબતી ધરી હતી કે દેશ વ્યાપી લોકડાઉન લગાવવાની મજુરો-કામદારો હિજરત કરશે અને સપ્લાય ન હોઈ અવરોધાશે. મહારાષ્ટ્રમા મીની લોકડાઉનમાં જ હજારો મજુરોનું પલાયન થયુ છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી અર્થતંત્રને ઝટકો લાગી શકે છે.

બીજી તરફ નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ રાજીવકુમારે એવુ સ્પષ્ટ કર્યુ હતું કે કોરોનાની નવી વર્તમાન લહેરને પગલે આર્થિક અનિશ્ર્ચિતતા માટે તૈયાર રહેવુ પડશે. જોકે અર્થતંત્રને અસર રોકવા માટે જરૂરી રાજકોષિય કદમ ઉઠાવાશે. પ્રવર્તમાન લહેરની અસરથી ગત વર્ષની તુલનાએ હાલત વધુ કઠીન થઈ છે. છતાં 31 માર્ચ 2022 ના પૂર્ણ થનારા નાણાકીય વર્ષનો વિકાસ દર 11 ટકા રહેવાનો વિશ્ર્વાસ છે.

કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી અનેક રાજયોએ નિયંત્રણો લાગુ પાડયા છે. ભારત કોરોના સામેનો જંગ જીતવાના આરે હતું પરંતુ બ્રિટન તથા અન્ય દેશોનો વાયરસ ફેલાતા હાલ વણસી છે.સર્વીસ જેવા ક્ષેત્રો પર વ્યસન છે. આર્થિક વાતાવરણ પણ અનિશ્ર્ચિત બનવાનું જોખમ છે. આર્થિક પ્રવૃતિઓ પર અપ્રત્યક્ષ પ્રભાવ પડશે.આ સંજોગોમાં ગ્રાહક તથા રોકાણ અનુમાન એમ બન્ને મોરચે અધિક અનિશ્ર્ચિતતાનો પડકાર ઝેલવો પડશે.
નાણા મંત્રાલય કોરોનાની વર્તમાન લહેરની અર્થતંત્ર પર અસરનું વિશ્ર્લેષણ કરે ત્યારબાદ આર્થિક પ્રોત્સાહન પેકેજ પર કોઈ નિર્ણય થઈ શકે. સરકાર રાજકોષિય કદમ ઉઠાવશે તેનો ભરોસો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top