Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધણશેરીની ખાડમાં આવેલ ટાઇલ્સની દુકાનમાંથી 24 હજાર રોકડની ચોરી

ધણશેરીની ખાડમાં આવેલ ટાઇલ્સની દુકાનમાંથી 24 હજાર રોકડની ચોરી

જામનગર તા.7ઃ જામનગરના બેડી ગેઈટ ધણશેરીની ખાડમાં આવેલી એક ટાઈલ્સની દુકાનને નિશાન બનાવી તસ્કર રૂ.24 હજાર રોકડની રોકડ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દુકાનમાલિક બપોરે જમવા થયા અને પાછળથી તસ્કરે હાથફેરો કર્યાની તપાસમાં પોલીસ દોડતી થઈ છે.

શહેરના કાલાવડ ગેઈટ રોડ પર આવેલા મોદીવાડ વિસ્તારમાં રહેતા હુશેનભાઈ મહમદઅલી કપાસીએ. જેમાં જણાવાયા અનુસાર તા.01 જુલાઈના રોજ શહેરના બેડી ગેઈટ ધણ શેરી ખાડ વિસ્તારમાં આવેલી બાબજી સિરામીક એન્ડ સેનેટરી વેસ્ટ નામની દુકાનમાંથી તસ્કરે ખાતર પાડયું હતું.

તા. 1 જુલાઇના રોજ ફરિયાદી અને તનો પુત્ર દુકાને હતા.

બપોરે જમીને ફરિયાદીનો પુત્ર દુકાને પહોંચતા દુકાનમાં રહેલો સામાન વેર-વીખેર હાલતમાં જોવા મળ્યો હતો. દુકાનમાં રહેલા ટેબલનું ખાનુ જોઈને તપાસ કરતા ટેબલના ખાનામાં રહેલા આશરે દુકાનની આજુ-બાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા એક શખ્સ દુકાનમાં રૂ.24 હજાર રોકડા ગાયબ હતા આથી ટેબલના ખાનામાં રહેલા રોકડા રૂ.24 હજારની ચોરી કરતો નજરે પડ્યો હતો. જેના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar