Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધ્રાંગધ્રાનાં ગોકુલધામ કોમ્પ્લેક્ષ નજીક  પ્લાસ્ટિકની બેગમાં મોટી માત્રામાં મેડીકલ વેસ્ટનો નિકાલ કરાયો

ધ્રાંગધ્રાનાં ગોકુલધામ કોમ્પ્લેક્ષ નજીક પ્લાસ્ટિકની બેગમાં મોટી માત્રામાં મેડીકલ વેસ્ટનો નિકાલ કરાયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.6

ધ્રાંગધ્રા શહેરમાં ફરી એકવાર બેદરકારીપૂર્વક મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ગોકુલધામ કોમ્પલેક્ષ વિસ્તારમાં પ્લાસ્ટિકની બેગમાં મોટી માત્રામાં બિનઉપયોગી, એક્સપાયર થયેલી દવાઓ, સીરપ અને અન્ય મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

આ બનાવની જાણ થતાં કોમ્પલેક્ષના દુકાનદારો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.

જાહેર સ્થળે આ પ્રકારનો મેડિકલ કચરો પડ્યો રહેતાં સ્વચ્છતા તેમજ જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, ધ્રાંગધ્રા શહેરમાં મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવાનો આ પ્રથમ બનાવ નથી. અગાઉ પણ શહેરના વિવિધ વિસ્તારો અને ઉકરડાઓમાં ત્રણથી વધુ વખત મેડિકલ વેસ્ટ અને એક્સપાયર થયેલી દવાઓ મળી આવવાના બનાવો સામે આવી ચૂક્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી ન થતાં આવા બનાવો વારંવાર બને છે.

સ્થાનિકોએ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા તંત્રને સમગ્ર મામલે તપાસ કરવા માંગ કરી છે. તેમણે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકનાર જવાબદાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓને શોધી કડક કાનૂની કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી બેદરકારી ન બને તે માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની અપીલ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar