Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દુકાનમાં રંગેહાથ પકડાયેલા બે ચોરોને લોકોએ બ્રાઉન ટેપથી લપેટીને પોલીસને હવાલે કર્યા

દુકાનમાં રંગેહાથ પકડાયેલા બે ચોરોને લોકોએ બ્રાઉન ટેપથી લપેટીને પોલીસને હવાલે કર્યા

જાકાર્તા ઈન્ડોનેશિયામાં બે યુવાનો એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા ત્યારે આસપાસના રહેણાક વિસ્તારના જાગૃત લોકોએ તેમને રંગેહાથ પકડી લીધા હતા. લોકોએ ચોરને પકડીને મારપીટ કરવાને બદલે તેને બાંધી રાખ્યા હતા.

પોલીસને આવતા વાર થાય એવું લાગતાં ચોરો ભાગી ન જાય એ માટે લોકોએ બન્ને ચોરોને નખશિખ બ્રાઉન ટેપમાં લપેટી લીધા હતા. માત્ર બે આંખો, નાક અને મોં જ ખુલ્લા રહે એ રીતે બાંધીને તેમને ખુરસીમાં બેસાડી દીધા હતા.

એકના માથે તો એન્ટેના જેવી ટેપ પણ બહાર કાઢી હતી અને પોલીસો તેને એન્ટેનાથી ઊંચકીને લઈ ગયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar