Monday, 13 Jul, 4.57 pm સાંજ સમાચાર

લેટેસ્ટ ન્યુઝ
એર ઈન્ડિયાની જેમ ખાડીનાં દેશોની ત્રણ એરલાઈનોએ પણ વળતી ફલાઈટ શરૂ કરી

નવી દિલ્હી તા.13
ભારતે આંતરરાષ્ટ્રીય ફલાઈટસ ફરી શરૂ કરવા નિર્ણય લીધો નથી, પણ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા વંદેમાતરમ મિશન હેઠળ કેટલીય વિશેષ ફલાઈટસનું સંચાલન કર્યું હતું.

હવે યુએઈની એમીરેટસ, ઈતિહાદ અને એર અરેબીયાએ પણ ગઈકાલથી રિપેટ્રીએશન ફલાઈટ શરૂ કરી આંતરરાષ્ટ્રીય ફલાઈટ સેવા ફરી શરૂ કરવાના સંકેત આપ્યા છે. આ ત્રણેય એરલાઈનોએ અબુધાબી, શારજાહ અને દુબઈથી બેંગાલુરુ, દિલ્હી, કોચી, મુંબઈ, તિરુવનંતપુરમ અને હૈદરાબાદની ફલાઈટ શરૂ કરવા જાહેરાત કરી હતી. આ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને ભારતમાં સલવાયેલા યુએઈના નાગરિકો આ ફલાઈટસ દ્વારા મુલાકાત કરી શકશે.

કોરોના વાયરસનો ફેલાવો રોકવા માર્ચની આખરમાં ઈન્ટરનેશનલ ફલાઈટ સસ્પેન્ડ કરાઈ હતી. 31 જુલાઈએ લોકડાઉન 2.0 પછી નિયમિત ફલાઈટસ શરૂ કરવા વિચારણા થઈ રહી છે. આ માટે ભારત-અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાંસ વચ્ચે વાતચીત થઈ રહી છે.

દરમિયાન એર ઈન્ડિયાએ જર્મની અને કેનેડાની ટુ-વે ફલાઈટ શરૂ કરી છે. કેનેડા અને જર્મની પણ આવી રીતે ટુ-વે ફલાઈટસ શરૂ કરે તેવા એંધાણ છે. અગાઉ ભારતને જોડતી ઈન્ટરનેશનલ ફલાઈટસ પર એર ઈન્ડીયાની ઈજારાશાહી સામે કેટલાક દેશોએ વિરોધ કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top