નવી દિલ્હી, તા. 13 ભારતીય વાયુ સેનાનું એક એએન-32 વિમાન આજે આસામના જોરહાટ સ્થિત રૌરીયા એરફોર્સ સ્ટેશને લેન્ડીંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત બની ગયું હતું. જોકે આ પહેલી ઘટના નથી 10 વર્ષમાં આવા બાહુબલી વિમાન સાથે 3 દુર્ઘટના બની છે અને 42 જવાનો અને સૈન્ય કર્મીઓના મોત થયા છે.
એએન-32 ભારતીય વાયુસેનાનું સૌથી મહત્વપુર્ણ પરિવહન વિમાન માનવામાં આવે છે.
સેનાનું રાશન, જવાનો, હથિયારોને દુર્ગમ વિસ્તારો સુધી પહોંચાડવામાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને પૂર્વોતર લદાખ અને ઉંચાઇવાળા ક્ષેત્રોમાં આ વિમાન વાયુસેનાને કરોડરજજુ માનવામાં આવે છે.
જોકે આ વિમાનનો દુર્ઘટનાઓ સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે. ઉપલબ્ધ આંકડા મુજબ 1986થી અત્યાર સુધી ભારતમાં એએન-32 વિમાન સાથે લગભગ 22 અકસ્માતો બહાર આવી ચુકયા છે.
છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2016 થી 2026 દરમિયાન એએન-32 વિમાન સાથે આ ચોથી દુર્ઘટના છે. આ પહેલા ત્રણ મોટી દુર્ઘટનાઓમાં 42 જવાનો અને સૈન્ય કર્મીઓના જીવ જઇ ચુકયા છે.
આ વિમાનની પ્રથમ દુર્ઘટના 22 જુલાઇ 2016ના સર્જાઇ હતી. ત્યારે ચેન્નાઇથી પોર્ટબ્લેર જઇ રહેલું એએન-32 વિમાન બંગાળની ખાડી પરથી લાપતા બની ગયું હતું. વિમાનમાં કુલ 29 લોકો સવાર હતા.
લાંબી શોધખોળ પછી પણ કોઇને બચાવી ન શકાયા બાદમાં ર0ર4માં સમુદ્રની ઉંડાઇમાં તેનો કાટમાળ મળ્યો હતો. પરંતુ દુર્ઘટનાનું અસલી કારણ હજુ સુધી સ્પષ્ટ વધી થયું. આ દુર્ઘટનામાં બધા 29 લોકોના મોત થયા હતા.
ત્યારબાદ 3 જુન 2019ના એએન-32 વિમાન આસામના જોરહટથી અરૂણાચલ પ્રદેશ માટે ઉડાન ભર્યા બાદ લાપતા થઇ ગયું હતું. અનેક દિવસોની તપાસ બાદ તેનો કાટમાળ તાતો ક્ષેત્રની પહાડીઓ પરથી મળ્યો હતો.
વિમાનમાં સવાર બધા 13 વાયુ સેનાના કર્મીઓના મોત થયા હતા. ત્યારબાાદ 7 માર્ચ 2025ના પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર એએન-32 વિમાન ક્રેશ થયું હતુ જોકે જાનહાની નહોતી થઇ.

