Thursday, 16 Jul, 6.49 pm સાંજ સમાચાર

હોમ પેજ
એરટેલ, વોડાફોન-આઇડિયાના પ્રીમિયમ પ્લાન બંધ કરવાનો આદેશ, જીયોએ કરી હતી ફરિયાદ

નવી દિલ્હી : ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા તાજેતરમાં એરટેલ અને વોડાફોન-આઇડિયાના પ્રીમિયમ પ્લાનને બ્લોક કરી દેવામાં આવ્યા છે. રિલાયન્સ જિઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું હવે પ્રકાશમાં આવ્યું છે. ટ્રાઇએ ભારતી એરટેલની પ્લેટિનમ પ્લાન અને વોડાફોન-આઇડિયાની રેડએક્સ પ્લાનને બંધ કરતાં કહ્યું છે કે આ પ્લાન ન લોનારા વપરાશકર્તાઓની સેવા પર નવા પ્લાનની અસર પડી શકે છે.

રિલાયન્સ જિઓએ 8 જુલાઇએ ટ્રાઈના અધ્યક્ષ આર.એસ.શર્માને એરટેલ અને વોડાફોન-આઇડિયાની પ્લાનની તપાસ માટે એક પત્ર મોકલ્યો હતો. ટ્રાઇને મોકલેલા પત્રમાં જિઓએ કહ્યું છે કે, વોડાફોન આઈડિયાના રેડએક્સ અને એરટેલના પ્લેટિનમ પ્લાન તપાસવા જોઈએ આ ટેરિફ પ્લાન ભારતના વર્તમાન નિયમનકારી માળખા સાથે સુસંગત છે કે નહીં તે પણ ચકાસવું જોઇએ. જિઓએ પત્રમાં અભિપ્રાય પૂછ્યો

નવા પ્લાન વિષે, જિઓ પણ રેગ્યુલેટરના અભિપ્રાયને જાણવા માંગતી હતી કે શું રેડએક્સ અને પ્લેટિનમ પ્લાનો ફક્ત ખોટા દાવા કરી રહી છે, કારણ કે આ પ્લાનોમાં વપરાશકર્તાઓને જે લાભ મળે છે તે ફક્ત વધુ સારા માર્કેટિંગ માટે કરવામાં આવી રહ્યું છે. જિઓએ પત્રમાં શર્માને કહ્યું હતું કે, "આવી કોઈ યોજનાને બજારમાં લાવતા પહેલા, અમે તે જાણવા માંગીએ છીએ કે વોડાફોન આઈડિયા અને એરટેલની આવી ટેરિફ ઓફરિંગ હાલના નિયમનકારી માળખા સાથે કામ કરી રહી છે કે કેમ?."

ટ્રાઇએ 11 જુલાઈના રોજ વોડાફોન આઈડિયા અને એરટેલની બંને પ્રીમિયમ યોજનાઓની સમીક્ષા કર્યા પછી આ પ્લાનને બંધ આદેશ આપ્યો હતો. વોડાફોન ટ્રાઇના નિર્ણયથી નાખુશ છે અને ટેલિકોમ ડીસપ્યુટ સેટલમેન્ટ એન્ડ અપિલેટ ટ્રિબ્યુનલ (TDSAT) ને અપીલ કરી રહ્યું છે પરંતુ એરટેલે સંપૂર્ણ તપાસ સુધી ટ્રાઇના નિર્ણયને લાગુ કરવાની વાત કરી છે. આવી સ્થિતિમાં, જિઓની ફરિયાદએ નિશ્ચિતરૂપે બંને કંપનીઓ માટે મુશ્કેલીઓ વધારવાનું કામ કર્યું છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top