Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
એસબીઆઇ પેન્શનર્સ ગાંધીનગર સર્કલની યોજાયેલ ચૂંટણીમાં રાજકોટ વિભાગના તમામ ઉમેદવારો બિનહરીફ ચુટાયા

એસબીઆઇ પેન્શનર્સ ગાંધીનગર સર્કલની યોજાયેલ ચૂંટણીમાં રાજકોટ વિભાગના તમામ ઉમેદવારો બિનહરીફ ચુટાયા

રાજકોટ, તા.5 એસબીઆઇ પેન્શનર્સ એસોસિએશન ગાંધીનગર સર્કલ ત્રિવાર્ષિક ચૂંટણી યોજાયેલ. જેમાં ઓખા થી અમદાવાદ, ભાવનગર, ભુજ, વાપી, વેરાવળ,પોરબંદર, પાલનપુરના પેન્શનરોનો અપ્રતિમ વિશ્વાસ શ્રદ્ધા ભાવ લાગણી આદર અને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સભ્યોના નાના-મોટા તમામ પ્રશ્ર્નોનું ત્વરિત નિરાકરણ અને સૌને સાથે રાખીને સભ્ય કલ્યાણ ની કરેલ કાબીલેદાદ કામગીરીને ધ્યાનમાં લઈને સમગ્ર ટીમ બિનહરીફ ચૂંટાયેલ જાહેર થયેલ છે.

સંગઠનના સુકાની તરીકે ફરી એકવાર જનરલ સેક્રેટરી તરીકે કોમરેડ કમાલ કાદરી અને પ્રેસિડેન્ટ તરીકે રમેશ ચોક્સી સુકાન સંભાળશે.એસબીઆઇ પેન્શનર્સ એસોસિએશનની ત્રિવાર્ષિક ચૂંટણીના જાહેર થયેલ પરિણામોમાં રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અને કચ્છ જિલ્લાના બનેલ રાજકોટ વિભાગના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.

જેમાં શરદભાઈ દવે ડેપ્યુટી જનરલ સેક્રેટરી તરીકે તેમજ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર તરીકે રાજકોટ જિલ્લામાંથી દક્ષિણ જોશી, શિરીષ કચ્છી, જનાર્દન આચાર્ય, જીતુ ગણાત્રા, પોરબંદર જિલ્લામાંથી મહેન્દ્ર લાખાણી, જામનગર જિલ્લામાંથી કીરીટ કોમલ, દેવભૂમિ દ્વારકાથી જયસુખ વાઘેલા તેમજ કચ્છ જિલ્લામાંથી પ્રકાશ શાહ અને જે.એમ. દહીયા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar