રાજકોટ, તા.9 મધ્ય પૂર્વમાં અમેરિકા ઇરાને ફરી યુધ્ધ મોરચો ખોલીને સામસામા હુમલા શરૂ કરતા જુદા-જુદા માર્કેટમાં સર્જાયેલો ગભરાટ શાંત થયો હોય તેમ શેરબજાર તથા કરન્સી માર્કેટમાં રિકવરી આવી હતી. ક્રૂડતેલના ભાવમાં પણ તેજી અટકવા સાથે સ્થિર હતા.
અમેરિકાએ ઇરાન સાથેનું સીઝફાયર ખત્મ કરવાની જાહેરાત કરવાની સાથોસાથ વાઘાટાટો ચાલુ જ રાખવાનું એલાન કરતાં માર્કેટમાં ઘણા અંશે ગભરાટ શાંત થયો હતો.
ભારતીય શેરબજાર પ્રારંભિક કામકાજમાં ગ્રીનઝોનમાં હતું.
સેન્સેક્સ 542 પોઇન્ટ વધીને 77046 તથા નિફટી 137 પોઇન્ટ ઉંચકાઇને 24048 હતો. ડબલ્યુટીઆઇ ક્રૂડ 74.28 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 78.82 ડોલર હતું. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા વધીને 95.47 હતો.

