(જગદીશ રાઠોડ દ્વારા). ઉપલેટા તા.7 ગઈકાલે સાંજે જુનાગઢ રેન્જ આઇ.જી રાજેન્દ્રસિંહજી ચુડાસમાએ ગધેથડના ખ્યાતનામ ગાયત્રી મંદિરના ખાતે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિરના સંત પૂજ્ય લાલબાપુ તથા રાજુ ભગતના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે સ્થાનિક પત્રકારોને ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે લાલબાપુ ના દર્શને હું અવારનવાર આવું છું પૂજ્ય લાલબાપુ એક પરોપકારી સંત છે.
તેમના દર્શન કરવાથી અલૌકિક આનંદ મળે છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે તેને કારણે અહીં અવારનવાર આવવાનું મન થાય છે આ પ્રસંગે ચુડાસમા સાથે રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન અને ભાયાવદરના સેવાભાવી ક્ષત્રિય આગેવાન તથા સમાજના કાર્યદક્ષ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા તથા ભાલ વિસ્તાર માંથી ગુજરાત ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ જયવીરસિંહ ચુડાસમા પૂર્વ પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા ઉપપ્રમુખ મહાવીરસિંહ ચુડાસમા પરાક્રમસિંહ ચુડાસમા અનિરુદ્ધસિંહ ચુડાસમા દિલીપસિંહ વાઘેલા સહિત વિક્રમસિંહ ચુડાસમા જયેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે આગેવાનોએ પણ માતાજીના દર્શન કરી લાલબાપુ અને રાજુ ભગતના આશીર્વાદ લીધા હતા.

