Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગંભીર ગુના આચરી લાંબા સમયથી ફરાર કુખ્યાત 46 આરોપીને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ

ગંભીર ગુના આચરી લાંબા સમયથી ફરાર કુખ્યાત 46 આરોપીને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ

► 43 ફરાર અને 3 પેરોલ જમ્પ આરોપીનો સમાવેશ: ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

રાજકોટ.તા.02
શહેરમાં ગંભીર ગુના આચરી લાંબા સમયથી ફરાર કુખ્યાત 46 આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધા હતાં. ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમોએ એક માસ સુધી ઓપરેશન ચલાવી ગુજસીટોક, બળાત્કાર અને ચોરી જેવા ગંભીર ગુનાના ફરાર ગુનેગારોને અલગ અલગ રાજ્યમાંથી દબોચ્યા હતાં.

જેમાં 43 ફરાર અને 3 પેરોલ જમ્પ આરોપીનો સમાવેશ થાય છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઈમ) ભરત બસીયા દ્વારા શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા આંતર રાજ્ય તથા આંતર જિલ્લાના આરોપીઓની માહિતી એકત્ર કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર તથા સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાંથી નાસતા-ફરતા આરોપીઓની વિગતો મેળવવામાં આવી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવીને તેમને વિવિધ રાજ્યો તથા જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા હતા.

જેમાં છેલ્લા એક માસ દરમિયાન આ ટીમોએ સઘન તપાસ કરીને અલગ-અલગ જગ્યાએથી કુલ 46 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ગુજસીટોક, જી.પી.આઈ.ડી., બળાત્કારન, ઠગાઈ આરોપી, ચોરી અને દારૂ સહિતના ગુનાના આરોપીનો સમાવેશ થાય છે.

જેમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરેલ ગુજસીટોક એકટના ગુનામાં ફરાર શૈલેષ ઉર્ફે શૈલો સચો રતનસીંગ ઉર્ફે રત્ના કટારા (રહે. મૂળગામ- જેસાવાડા, ડુંગળી ફળીયુ, તા. ગરબાડા, જિ. દાહોદ) આરોપીને પણ પકડી પાડતાં કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અમિત ભાણવડીયા જીપીઆઇડી ગુનામાં ફરાર આરોપી સહિતના પકડાયેલ શખ્સોના નામ
શૈલેષ ઉર્ફે શૈલો સચ્ચો રતનસીંગ ઉર્ફે રજ્જુ કટારા,પારૂલ જમનદાસ ઉર્ફે જમન ભાણવડીય (રહેવાસી-સિલ્વર એવન્યુ, રેડ રોડ, રાજકોટ/જામનગર, મનીષ જમનદાસ ઉર્ફે જમનભાઇ ભાણવડીયા (રહેવાસી-સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ, મવડી), રાજકુમાર રામમિલન રાજભર (રહે. પરશુરામપુર, ઉત્તરપ્રદેશ), ગીલદાર ગંગા અમરશી માનઠાકોર (રહે. હાલ રવિરાજ ફાર્મ હાઉસની બાજુમાં, રાજકોટ/મુળ રહે. કરીમગઢ,મધ્યપ્રદેશ)કંચનબેન રસીક બવારીયા (રહે. ગાલાવિલા લોટસ બંગ્લોઝ, સનાથલ, શાંતિપુરા, અમદાવાદ),રતનસીંગ રામસીંગ સરદાર (રહે. મહોલ્લા દાદર, બુર્જા, અલવર, રાજસ્થાન) અને સમદસદઅલી સબીરઅલી ટાંક ( રહે. કલાલ મસ્જીદ પાસે, તારાનગર, રાજસ્થાન), વિજય ચના ચાવડા (રહે. માલીયાસ) અને સૌરભ રાધેશ્યામ નિશાદ (રહે. દોમાપુર ગામ, ઉત્તરપ્રદેશ) સહિતના આરોપીનો સમાવેશ થાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar