Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગંજીવાડામાં યુવાન પર રીક્ષાની કિક વડે હુમલો : માથું ફોડી નાખ્યું

ગંજીવાડામાં યુવાન પર રીક્ષાની કિક વડે હુમલો : માથું ફોડી નાખ્યું

રાજકોટ. તા.05 ગંજીવાડા વિસ્તારમાં રીક્ષા ચાલકને રીક્ષાની કિકનો ઘા ઝીંકી માથું ફોડી નખાયું હતું. મારી રીક્ષા ઉભી રહેશે નહિ કહી વિજય શાપરાએ યુવાનની રીક્ષાનો કાચ ફોડી નાંખતા થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

બનાવ અંગે ભાવનગર રોડ પર મનહર સોસાયટી શેરી નં.1 માં રહેતા 42 વર્ષીય યુવાન હિતેષભાઈ પરબતભાઈ ચૌહાણે આરોપી તરીકે વિજય મોહન શાપરા (રહે.

ગંજીવાડા શેરી નં.-45, ભાવનગર રોડ )નું નામ આપી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બંગડી બનાવવાની મજુરીકામ કરે છે.

ગઈકાલે બપોરના સાડા ત્રણ વાગ્યે તેઓ સી.એન.જી.રીક્ષા નં.જીજે-03-એડબ્લ્યુ-2001 માં બંગડી ભરી કામ કરાવવા માટે ગંજીવાડા શેરી નં.42 માં આપવા ગયેલ હતો. ત્યાં બંગડીઓ રીક્ષામાંથી ઉતારતો હતો, ત્યારે રીક્ષા ડ્રાઈવિંગ કરતો વિજય શાપરા પોતાની રીક્ષા લઈને ધસી આવેલ હતો. શેરીમાંથી રીક્ષા નિકળી શકે તેમ ન હોય જેથી ઈશારાથી થોડીવાર ઉભા રહો તેમ જણાવતા વિજય શાપરાએ રીક્ષા ઉભી રાખેલ નહિ અને યુવકની રીક્ષાની આગળ પોતાની રીક્ષા લાવીને ઉભી રાખી દિધેલ હતી.

બાદ વિજય કહેવા લાગેલ કે, મારી રીક્ષા ઉભી રહે તો ગેસ બળે છે જેથી રીક્ષા ઉભી રહેશે નહિ કહિ બોલાચાલી કરવા લાગેલ હતો. વિજયે ગાળો આપી ઉશકેરાઈ જઈ મારી રીક્ષાનો આગળનો કાચ તોડી નાખેલ હતો. બાદ તે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગતા યુવક નીચે પડી ગયેલ હતો. દરમ્યાન વિજય પોતાની રીક્ષામાંથી રીક્ષાની કીક લઈ આવી માથામાં મારી દીધેલ હતી.

બાદ યુવકે રાડારાડી કરતા તે પોતાની રીક્ષા લઇ ફરાર થઇ ગયેલ હતો. યુવકને માથામાંથી લોહિ નિકળવા લાગતા ભાઈ દિનેશભાઈને ફોન કરેલ હતો. જેથી ભાઈએ મને એક્ટિવામાં બેસાડી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. સારવાર મેળવ્યા બાદ રીક્ષાનો કાચ ફોડી રૂ 1 હજારની નુકસાની સર્જનાર અને હુમલો કરનાર વિજય શાપરા વિરુદ્ધ યુવાને થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar